ગુજરાત
News of Thursday, 26th May 2022

ગુજરાતના રાજકારણમાંથી ભરતસિંહને દૂર કરી દેવાની વિચારણા?

વિધાનસભાની ચૂંટણીની જવાબદારી અન્‍ય નેતાને સોંપવામાં આવે તે નિશ્ચિત મનાય છેઃ ભરતસિંહ સોલંકીને દિલ્‍હીમાં કોઈ જવાબદારી આપી દેવામાં આવે તેવી પણ શકયતા

રાજકોટઃ વિધાનસભાની ચૂંટણીની ગતિવિધી ધીમે- ધીમે તેજ થઈ રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આપ એ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન આ વખતે કોંગ્રેસને ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી દેવું પડશે. એક પછી એક ગુજરાત કોંગ્રેસના ધારાસભ્‍યોથીમાંડી દિગ્‍ગજ નેતાઓએ સાથ છોડી દીધો છે. આ વચ્‍ચે ભરતસિંહ સોલંકીને ગુજરાતના રાજકારણમાંથી દૂર કરી દેવાની ચર્ચાએ જોર પકડયું છે. ભરતસિંહના તાજેતરના ઉચ્‍ચારણોથી ભારે ખળભળાટ સર્જાયો છે અને ભાજપને પ્રહારો કરવાનો મોકો મળી ગયો છે.

હાઈકમાન્‍ડ પણ ભરતસિંહથી નારાજ હોવાનું મનાય છે. છેલ્લા ઘણા સમયથી અનેક વિવાદોમાં ઘેરાયેલાા છે. જેથી તેઓને ગુજરાતના રાજકારણમાંથી દૂર કરવાની મોવડી મંડળ ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી હોવાનું લોકમૂખે ચર્ચાય છે.

દરમિયાન ગત વિધાનસભાની ચૂંટણીની જવાબદારી ભરતસિંહ સોલંકીને સોંપવામાં આવી હતી. ત્‍યારે આ વખતે આ જવાબદારી અન્‍ય કોઈ નેતાને સોંપવામાં આવે તેવું નિヘીત મનાય છે. કોંગ્રેસ કમિટિ દ્વારા તેઓને દિલ્‍હી લઈ જવામાં આવે અને ત્‍યાં કોઈ જવાબદારી આપવામાં આવે તેમ પણ જાણવા મળે છે.

(4:12 pm IST)