News of Tuesday, 26th May 2020
વડોદરાના ગોત્રી વિસ્તારમાં મધરાત્રે પોલીસે કારમાંથી બે શખ્સોને ઝડપી અંદરથી દારૂની ત્રણ બોટલો જપ્ત કરી
વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં ગઈ મોડીરાત્રે પોલીસે એક કારમાંથી બે વ્યક્તિને ઝડપી પાડી અંદરથી દારૂની ત્રણ બોટલો કબજે કરી હતી.
સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી લોકડાઉનનો અમલ ચાલુ હોવાથી ગઈ મોડીરાત્રે ગોત્રી પોલીસની ટીમ નીલામ્બર સર્કલ પાસે વાહનો ચેક કરતી હતી ત્યારે એક કારમાં જતા બે યુવકોને પોલીસે ચેક કરતાં તેમણે ગોળગોળ જવાબો આપ્યા હતા.
પોલીસે બંનેની પૂછપરછ કરતાં એકનું નામ શિવેસ રાજકુમાર ખરબંદા (રહે.અક્ષર પેવેલિયન,ગોત્રી મૂળ રહે. દિલ્હી) અને તેના સાથીદારનું નામ પ્રિયાંક વિનોદ બાહેતી (રહે.અક્ષર પેવેલિયન, ગોત્રી મૂળ રહે કોલકત્તા) હોવાનું અને બંને જણા વેલકમ હોટલમાં નોકરી કરતા હોવાનું ખુલ્યું હતું.
(5:59 pm IST)