ગુજરાત
News of Tuesday, 26th May 2020

અબિયાણા જુથ પંચાયતે વૈશ્વિક મહામારી કોરોનાને હરાવવા માટે કામગીરીનો ધમધમાટ સર્જી કેડી કંડારી

મહિલા સરપંચના નેત્રુત્વ હેઠળ પંચાયત સભ્ય અને રીલાયન્શ ફાઉન્ડેશનની માહિતી અને માર્ગદર્શનમાં લોકભાગીદારીથી ગામને નંદનવન બનાવ્યું

અ‍બિયાણા  ગામ સાંતલપુર તાલુકાના વારાહી મથકેથી ૧૧ કીમીના અંતરે આવેલુ ગામ છે આ ગામમા ઠાકોર,રબારી, આહિર, સાધુ,  ચૌધરીપટેલ વગેરે જ્ઞાતિના લોકો વસવાટ કરે છે.આ ગામ મા  મહિલા સરપંચના નેત્રુત્વ હેઠળ અલગ અલગ પ્રકારની કામગીરી કરવામા આવે છે. મહિલા સરપંચ અને પંચાયતના સભ્યો તથા ગામલોકોની ભાગીદારીથી ગામ વિકાસ આયોજન બનાવી આખા સાંતલપુર તાલુકામા નામના મેળવી ત્યાર બાદ  ગામ સ્તરે પ્લાસ્ટિક કચરાનુ વ્યવસ્થાપન કરીને એક દાખલો બેસાડ્યો કે પંચાયત ધારે તો કેટલા સારો કામો કરી શકે છે. આ બધી કામગીરી રીલાયન્શ ફાઉન્ડેશનની માહિતી અને માર્ગદર્શન હેઠળ કરવામા આવી છે.
  હાલ દેશમા અને અન્ય દેશોમા કોરોનાની મહામારી ફેલાઇ રહી છે તેમા કોઇ ક્ષેત્ર બાકી રહ્યુ નથી તેની સામે જંગ લડવા માટે અલગ અલગ પ્રકારની કામગીરી અલગ અલગ વિસ્તારમા કરવામા આવે છે. તેવી જ રીતે અબિયાણા જુથ  પંચાયતે પણ પોતાના ગામને કોરોનાથી બચાવવા માટે જે પહેલ કરીને   કામગીરી કરી છે .
૧ રાસ્ટ્રીય અન્ના સુરક્ષા કાનૂન-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા કુટુંબોને એપ્રિલ ૨૦૨૦ દરમ્યાન “ફુડ બાસ્કેટ” યોજના  અંતર્ગત વિના મુલ્યે ઘઊ,દાળ,ચોખા અને મીઠાનુ વિતરણ કરવામા આવ્યુ.
૨.મધ્યાહન ભોજના યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોને અનાજ તથા ફુડ સિક્યુરીટી એલાઉંસ આપવામા આવ્યુ.
૩.ગ્રામસફાઇ – ગામના બધા વોર્ડમા દર ૧૫ દિવસે કરવામા આવી. 
૪. ડીઝીટલી નાણાંની ચુકવણીની વ્યવસ્થા- અબિયાણા જુથ પંચાયત અને દેનાબેંકના સંયુક્ત ઉપક્રમે બેંકમિત્રની નિમણુક કરી છે. અને સામાજિક અંતર જળવાઇ રહે તે માટે ગામ સ્તરે જ લોકો પોતાના બેંકખાતામાંથી પૈસા ઉપાડી શકે તેવી વ્યવસ્થા કરવામા આવી ..જેમા  વિધવાબેનો,  વય વંદનાના લાભાર્થીઓ. ૮૯૧ ખેડુતો પ્રધાનમંત્રી સમ્માન નિધીના અને મહિલા ખાતા ધારકોને અને  એલ.પીજી ગેસ ધારકોને  લાભ મળી શક્યો.જેનાથી કુલ ૩૫૦૦૦૦૦રૂ ના નાણાકીય વ્યવહારો  ગામમા થયા છે.
૫. અબિયાણા ગામના દુકાનધારકોને લોકડાઉન,કલમ ૧૪૪ અને  ધુમ્રપાન વેચાણ  પ્રતિબંધ માટેનીનોટિસઆપવામા આવી અને દરેક દુકાને લગાવાવામા આવી. નોટિસમા દુકાન ખોલવાનો અને બંધ કરવાનો સમય, ગુટકા બીડી અને ઠંડા પીણાના વેચાણ પર પ્રતિબંધ કરવો તેવી બધી વિગતો નોટીસમા  દર્શાવી છે.
૬. લોકડાઉનનો ચુસ્તપણે ગામલોકો પણ પાલન કરે તથા જાહેરમા ના થુંકે તેના માટે ગામની જાહેર જગ્યાઓ પર નોટીસ લગાવામા આવી છે અને ઢોલ વગાડીને ગામલોકોને જાણ કરવામા આવી છે..
૭.કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે ગ્રામસ્તરે ૪ સમિતીઓ (જેવીકે સંરક્ષણ,મહેસુલ, આરોગ્ય અને સમાધાન)  બનાવવામા આવી છે જેમા ગામના યુવાનોને જોડવામા આવ્યા છે. દરેક સમિતીના સભ્ય માટે પંચાયત દ્વારા ઓળખકાર્ડ પણ બનાવીને આપેલ છે.
 ૮. અબિયાણા ગામના સમિતીના સભ્યોની મદદથી આખા ગામને સેનેટાઇઝર કરવામા આવ્યુ.
૯. ગામના લોકોની કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ગામના સ્વયંસેવકો દ્વારા ઉકાળો બનાવીને દરેક પરિવારના સભ્યોને  પીવડાવામાં આવ્યો છે.
૧૦ અબિયાણા ગામના દરવાજા પાસે બહારથી આવતા લોકોને સેનેટાઇઝ કરવામા આવે છે અને રજીસ્ટરમા નામ સરનામુ અને મોબાઇલ નંબર લખવામા આવે છે.કોના ઘરે અને શુ કામથી જવાનુ છે તેની ચર્ચા કર્યા પછી જ પ્રવેશ આપવામા આવે છે.
૧૨.મુળ અબિયાણા ગામના પણ ધંધાર્થે બહાર વસવાટ કરતા લોકો જેઓ લોક્ડાઉનને કારણે ગામમા પરત આવ્યા હતા  તેવા  ૨૧૦ વ્યક્તિઓનુ આરોગ્ય પરીક્ષણ કરાવ્યુ છે.
આ ઉપરાંત અતિ મહત્વનુ કામ અબિયાણા જુથ પંચાયતે કર્યુ છે તે લોકોને રોજગારી આપવાનુ  જેમા મહાત્માગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંયધરી અધિનિયમ અંતર્ગત ગામના બે તળાવો ઉંડા કરવાનુ કામ શરૂ કરી ૫૬૦ જેટલા શ્રમિકોને રોજગારી ગામ સ્તરે ઉભી કરી જે ખૂબ જ સરાહનીય કામગીરી છે. આરોજગારી
 રોજગારી માટે આવતા શ્રમિકોને માસ્ક ગ્રામ પંચાયત દ્વારા પુરા પાડવામાં આવ્યા છે સાથે સાથે સેનેટાઇઝર અને પિવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામા આવી છે.
અબિયાણા જુથ પંચાયતે કોરોનાને હરાવવા માટે ગામ સ્તરે જે કામગીરી કરી છે. તેના પરિણામે  આજુબાજુની ગામ પંચાયતોને આવા કામો કરવા માટે પ્રોત્સાહિત થયા  છે.
ઉપરોક્ત કામગીરીમા  પોતાનુ અમુલ્ય યોગદાન  આપતા એવા જાગ્રુત વિરાભાઇ આહિરના મતે “ અમારા ગામમા  રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડી ગામ વિકાસની સમજ આપવામા આવી છે સાથે સાથી  પૂર જેવી આપત્તિમા પડખે ઉભી રહી છે જે અમારા ગામ માટે ખુબ જ સારી બાબત છે. તેથી પણ મહત્વની વાત એ છે કે ગામના લોકો એક જુથ થઇને કોઇ પણ પડકારનો સામનો કેવી રીતે કરી શકે અને ગામ લોકોની ભાગીદારીથી સર્વાગી વિકાસ કરી શકાય તેની તાલીમ અને માર્ગદર્શન આપવામા આવ્યુ તે ગામ માટે ખુબ જ ઉપયોગી બન્યુ છે.આજે અમે અમારા ગામમા જે પણ કંઇ સારા કામો કરીએ છીએ તેનો શ્રેય રીલાયન્શ ફાઉન્ડેશનને જાય છે  જેના માટે રીલાયન્શ ફાઉન્ડેશનનો ખુબ ખુબ આભાર” વ્યક્ત કર્યો હતો

(2:24 pm IST)