ગુજરાત
News of Monday, 25th May 2020

કાલોલ નજીક મજૂરોને લઇ જતો ટેમ્પો અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત: 3 લોકોના મોત

ટેમ્પો મજૂરોને ભરીને કંપનીએ કામ માટે જઈ રહ્યો હતો

 

પંચમહાલના કાલોલના આંટા ગામ નજીક બાઈક અને ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત થયો છે જેમાં ઘટના સ્થળે બે લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ હોસ્ટિલમાં વધુ એકનું મૃત્યુ થયું હતું. અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જે ટેમ્પાનો અકસ્માત થયો તેમાં મજૂર ભરેલા હતા. ટેમ્પાએ બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો

પ્રાપ્ત વિગત અનુસાર એક ટેમ્પો મજૂરોને ભરીને કંપનીએ કામ માટે જઈ રહ્યો હતો. દરમિયાન ટેમ્પા અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ઘટના સ્થળે બાઇક ચાલક અને એક મજૂરનું મૃત્યુ થયું હતું. જ્યારે બે લોકોને ઈજા થતાં વડોદરા ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. અત્યાર સુધી અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે

(12:52 am IST)