ગુજરાત
News of Sunday, 26th May 2019

સુરત અગ્નિકાંડની તપાસ માટે ઘટના સ્થળે એફએસએલની ટીમ પહોંચી

તક્ષશિલા આર્કેડમાં કઇ રીતે આગ લાગી?: આગ વધુ ભીષણ થવા પાછળના કારણો અને શા માટે કાબૂ મેળવવામાં વાર લાગી

સુરતમાં સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડના કલાસીસમાં લાગેલી આગની ઘટના સ્થળે એફએસએલની ટીમ પહોંચી હતી. સમગ્ર ઘટના સ્થળની ઉંડાણપૂર્વક તપાસ કરીને ઘટનાના સાચા કારણો જાણવા માટે એફએસએલની ટીમે તપાસ હાથ ધરી હતી. તક્ષશિલા આર્કેડમાં કઇ રીતે આગ લાગી?

આગ વધુ ભીષણ થવા પાછળના કારણો અને શા માટે તેની પર કાબૂ મેળવવામાં વાર લાગી આ તમામ મુદ્દાઓની તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં લગભગ 23 જેટલા બાળકોના મૃત્યું થયા હતા. મહત્તવનું છે કે આ ધટના થવા પાછળ સ્થાનીકો GEB, ફાયર વિભાગ અને તંત્રને જવાબદાર માને છે ત્યારે જોવાનું એ રહેશે કે એફએસએલની તપાસમાં કોનું નામ સામે આવશે.

(11:57 pm IST)