ગુજરાત
News of Monday, 27th May 2019

સુરત અગ્નિકાંડ:મનપાના અધિકારી વિનુ પરમારને સસ્પેન્ડ કરાયા:ભાર્ગવ બુટાણીને બે દિવસના રિમાન્ડ

સીઓ.આર અને ઈમ્પેક્ટ ફીની વિસંગતતા મામલે તેમને સસ્પેન્ડ

 સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડના આગકાંડમાં 22 નિર્દોષ જીંદગીઓ હોમાઈ ગઈ છે આગકાંડના માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ ઘટનામાં અગાઉ ફાયરના બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતાં અને આજે સુરત મનપાના અધિકારી વિનુ પરમારને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત તક્ષશિલા આર્કેડમાં આવેલા નાટા ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીને પણ સુરત પોલીસ ક્રાઈમ બ્રાન્ચે સુરત જીલ્લા કોર્ટમાં રજુ કર્યો. તેના 10 દિવસના રિમાન્ડની માગણી થઈ હતી પરંતુ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં. 

 મનપાના અધિકારી વિનુ પરમારને સસ્પેન્ડ કરાયા છે. સીઓ.આર અને ઈમ્પેક્ટ ફીની વિસંગતતા મામલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વિનુ પરમાર હાલ ઉધના ઝોનમાં ફરજ બજાવી રહ્યાં હતાં.

(11:06 pm IST)