ગુજરાત
News of Sunday, 26th May 2019

સુરત અગ્નિકાંડ ફરાર આરોપી બિલ્ડર હર્ષુલ વેકરીયા અને જીજ્ઞેશ પાઘડાળની ધરપકડ

ક્લાસીસ સંચાલક બાદ આર્કેડના ત્રીજા અને ચોથા માળના માલિકની ધરપકડ

સુરત: સુરતના સરથાણામાં અગ્નિકાંડમાં 22 માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે આ ઘટનાને લઈને સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચી ગયો છે. જવાબદાર લોકો સામે આકરી કાર્યવાહી કરવાના સૂર ઉઠ્યા છે. જેના ક્લાસ હતા તે ભાર્ગવ બુટાણી પોલીસ રિમાન્ડમાં છે. જ્યારે જે બે આરોપી બિલ્ડરો ફરાર હતાં તેમની આજે ધરપકડ કરી લેવાઈ છે. 

    સુરતના તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ જે અગ્નિકાંડ સર્જાયો તેમાં 22 જેટલા માસૂમ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યાં. આ આર્કેડના ત્રીજા અને ચોથા માળના માલિક એવા હર્ષુલ વેકરીયા અને જીજ્ઞેશ પાઘડાળની પોલીસે ધરપકડ કરી લીધી છે. આર્કેડના ક્લાસ સંચાલક ભાર્ગવ બુટાણી હાલ પોલીસ રિમાન્ડ પર છે. આ ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ઘટના અંગે આઈપીસીની કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ગુનો નોંધાયો છે. 

(9:48 pm IST)