ગુજરાત
News of Sunday, 26th May 2019

સુરતના અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું :પાલનપુરમાં બે ટીમો દ્વારા ફાયર સેફટીની સુવિધા અંગે ચેકીંગ

શાળાઓ અને કોલેજો, ખાનગી કોમ્પલેક્ષ, હોસ્ટેલ, મોલ, મલ્ટીપ્લેક્ષ થિયેટર સહિતના સ્થળોએ તપાસ

પાટણ : સુરત અગ્નિકાંડને પગલે રાજયભરના પાલિકા વિસ્તારોમાં વહીવટીતંત્રના દરોડા શરૂ થયા છે પાટણ શહેરમાં બે અલગ-અલગ ટીમો ઘ્‌વારા ફાયર સેફટી મામલે તપાસ તેજ બની છે. પાટણ પાલિકા અને કલેકટરે સુચના આપી કલાસીસ, ખાનગી સંસ્થાઓ અને કોમ્પલેક્ષ સહિતના સ્થળોએ જોગવાઇઓની ખાત્રી કરવામાં આવી રહી છે.

પાટણ શહેરમાં જીલ્લા કલેકટર અને પાલિકાની ટીમ ઘ્‌વારા ફાયર સેફટી મામલે અલગ-અલગ સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે. ખાનગી ટયુશન કલાસીસ, ખાનગી શાળાઓ અને કોલેજો, ખાનગી કોમ્પલેક્ષ, હોસ્ટેલ, મોલ, મલ્ટીપ્લેક્ષ થિયેટર સહિતના સ્થળોએ ફાયર સેફટી સાથે-સાથે વિવિધ પરવાનગી અને કાયદેસરતાને લઇ તપાસ કરવામાં આવી રહી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સુરત અગ્નિકાંડની ઘટના બાદ રાજય સરકારે આપેલી સુચના મુજબ આગામી બે થી ત્રણ દિવસ સુરક્ષા અને જોગવાઇઓને લઇ તંત્ર દોડધામ કરશે. જોકે, હાલ ચાલી રહેલી તપાસ બાદ આરંભે શુરા જેવી પરિસ્થિતિ ઉભી ન થાય તેને લઇ જાગૃત નાગરિકો મુંજવણમાં મુકાયા છે

(7:07 pm IST)