ગુજરાત
News of Sunday, 26th May 2019

વિદ્યાનગર જીઆઈ ડીસીમાં રેઝીનનું પ્રોડક્શન કરતી કંપનીમાં બોઈલર બ્લાસ્ટને કારણે ભીષણ આગ ભભૂકી

આગ ફેલાઈ જતા બે માળનું પ્લાન્ટ બિલ્ડીગ ધડાકા સાથે તૂટી પડ્યું

 

વિદ્યાનગર જીઆઈડીસીમાં એક કેમિકલ કંપનીમાં બોઈલર બ્લાસ્ટને કારણે ભીષણ આગ લાગી હતી. વિદ્યાનગર જીઆઈડીસીમા પ્લોટ નંબર ૧૮૦ /૧૦ માં રેઝીનનું પ્રોડક્શન કરતી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બાદમાં કંપનીમાં આગ ફેલાઈ જતા બે માળનું પ્લાન્ટ બિલ્ડીગ ધડાકા સાથે તૂટી પડ્યું હતું. જોકે બોઈલર ફાટે તે પહેલા કંપનીના કામ કરતા કર્મચારીઓ કંપની છોડી બહાર નીકળી જતા કોઈ જાનહાની થવા પામી હતી

 બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આગની જ્વાળામાં કંપની પાસે આવેલ વૃક્ષ પણ મોટાભાગનું બળી જવા પામ્યું હતું,ઘટનાની જાણ વિદ્યાનગર ફાયરને કરવામાં આવતા,વિદ્યાનગર,આણંદ અને કરમસદ ફાયરની ગાડીઓ ધ્વરા ઘટના સ્થળે પહોચી આગ બુઝાવવાનું ઓપરેશન પર પાડવામાં આવ્યું હતું અને દોઢ કલાકની જહેમત બાદ આગ પર  કાબુ મેળવી લેવામાં સફળતા પ્રાપ્ત કરી હતું,

  ઘટનાને પગલે વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોચી વીજ પુરવઠો બધ કરી દેતા ફાયર ને ઓપરેશન પાર પાડવામાં ઓછો સમય લાગ્યો હતો 

(11:28 pm IST)