ગુજરાત
News of Saturday, 26th May 2018

એસટી બસમાં અકસ્‍માતનું પ્રમાણ વધ્‍યુ: સલામત મુસાફરી અસલામત બની : ર૦૧૬ થી લઇ અત્‍યાર સુધીમાં ૬૭૧ ગંભીર અકસ્‍માત

એસટી બસમાં અકસ્‍માતોનું પ્રમાણ વધી જવા પામ્‍યુ છે. વર્ષ ર૦૧૬થી  લઇ અત્‍યાર સુધીમાં ૬૭૧ ગંભીર અકસ્‍માતો થયા છે.

છેલ્લા બે દિવસમાં એસટી બસના બે અકસ્માત થયા છે. તેમજ 2016થી લઈ અત્યાર સુધીમાં એસટી બસના કુલ 671 ગંભીર અકસ્માત થયા છે. ત્યારે એસટી બસના અકસ્માતની ઓછા થાય અને પ્રવાસીઓ સલામત પ્રવાસ કરી શકે તે માટે એસટી નિગમ દ્વારા કવાયત હાથ ધરી છે.

જેને લઈ એસટી નિગમના એમડીએ પણ ડ્રાઈવરોને ઉદેશીને પત્ર લખ્યો છે કે ડ્રાઈવર પણ પ્રવાસીઓ અને પોતાની સલામતી માટે બસ ચલાવતી વખતે ફોન પર ડ્રાઈવરોએ વાત કરવી. તેમજ એક્સપ્રેસ બસમા 80 કિલોમીટર અને લોકલ બસમાં 65 કિલોમીટરની પ્રતિકલાકે થી વધુ ઝડપે બસ ચલાવવી. અથવા તો ઓવરસ્પીડ બીલકુલ કરવી જેવા અનેક મુદ્દે ડ્રાઈવરો પાસે ખાતરી માગી છે. અકસ્માત અટકાવવા એસટી નિગમના એમડીએ ડ્રાઈવરોને ઉદેશીને પત્ર લખ્યો, જરૂરી સૂચનોની સાથે બસ ચલાવતી વખતે ડ્રાઈવરને ફોનનો ઉપયોગ ના કરવા પત્રમાં જણાવાયું. એસટી બસના ગંભીર અકસ્માતની સંખ્યા વધી રહી છે.

બે વર્ષમાં કુલ 671 ગંભીર અકસ્માત થયા છે. સૌથી વધુ 2018 જાન્યુઆરીમાં 44 ગંભીર અકસ્માત, જેથી એસટી નિગમે ડ્રાઈવરોને પત્ર લખ્યો છે. પત્રમાં જરૂરી સાવચેતી અંગે આપવામાં આવી છે.

(12:18 am IST)