ગુજરાત
News of Saturday, 26th May 2018

ધ્રાંગધ્રાના માલવણ ગામે યોજાયેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ યોજાએલ પાટીદાર ન્યાય મહાપંચાયત સભામાં ૧૩ કોંગ્રેસનાં ધારાસભ્‍યો હાજર રહ્યા : હાર્દિક અને સાથીદારોએ ભાજપ સરકારને આડે હાથ લીધી

ધ્રાંગધ્રાના માલવણ ખાતે આજરોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ યોજાએલ પાટીદાર ન્યાય મહાપંચાયત સભાનું લાઈવ વેબકાસ્ટ...

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રાના માલવણ ગામે યોજાયેલ પાટીદારોની ન્‍યાય માટેની મહાપંચાયતમાં કોંગ્રેસના ૧૩ ધારાસભ્‍યો હાજર રહ્યા હતા અને ૬ ધારાસભ્‍યો અન્‍ય કારણોસર હાજર રહ્યા ન હતા. આ સભામાં વિવિધ વર્ગના વકતાઓએ સંબોધન કર્યુ હતું. 

હાર્દિકે આ પ્રસંગે સરકાર અને ભાજપ ઉપર તાતા તીર છોડયા હતા. તેણે આંદોલન ચાલતુ રહેશે તેવું જણાવી અને પાટીદારોને ન્યાય મળે તે માટે લડતો રહેવાનું જણાવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ૪૦ હજાર જેટલા પાટીદારો ઉમટી પડયા હોવાનો આયોજકો દાવો કરી રહ્યા છે.

લોકોનાં એક વર્ગનમાં એવી પણ ચર્ચાઓ થવા પામી હતી કે સભામાં વક્તવ્યો આપી રહેલા ઘણાખરા વક્તાઓ જાણે ભાન ભૂલીને ભાષણ આપી રહ્યા હોય તેવું અશોભનીય તે લોકોનું વર્તન વર્તાય રહ્યું હતું.

(12:59 am IST)