ગુજરાત
News of Saturday, 26th May 2018

હિંમતનગરમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરનાર ખુશ્બુ હોસ્‍પિટલમાં દરોડોઃ અડધો લાખ લઇને જાતિ પરીક્ષણ થતુ હતુઃ તબીબ ફરારઃ ૩ની અટકાયત

હિંમતનગરઃ હિંમતનગરના ન્યાયમંદિરમાં આવેલ ખુશ્બુ હોસ્પિટલમાં ભૃણનુ લીંગ પરીક્ષણ થતુ હોવાની માહીતી મળતાં રાજસ્થાનના સ્વાસ્થ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ પીસીએન્ડ પીએનડીટી એક્ટ પ્રકોષ્ડ દ્વારા વોચ રાખવામાં આવી રહી હતી. સ્પેશ્યલ સેલના અધિકારી દલચંદ ચૌધરીએ વિગત આપતા જણાવ્યુ કે, બાતમી બાદ રાજસ્થાનના બે દલાલો અને હિંમતનગરના એક દલાલનો સંપર્ક કરીને સગર્ભા મહિલાના ભૃણનુ લીંગ પરીક્ષણ રૂ. ૫૦ હજારમાં કરાવવાનુ નક્કી કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ શુક્રવારે સગર્ભા મહિલાને હોસ્પિટલમાં મોકલી હતી અને તબીબ દ્વારા રૂ. ૫૦ હજાર સ્વીકારી સગર્ભા મહિલાના ભૃણનુ લીંગ પરીક્ષણ કર્યા બાદ તબીબે ગર્ભ મેલ હોવાનુ જણાવ્યા બાદ ડીકોય ટીમને ઇશારો મળતા ટીમ અંદર ધસી આવી હતી. પરંતુ રેડ થયાની જાણ થતા ર્ડા.મહેન્દ્ર પરમાર રૂ.૨૫ હજાર લઇને ફરાર થઇ ગયા હતા. આ કાર્યવાહી દરમિયાન ઉપયોગમાં લેવાયેલ રૂ. ૫૦ હજાર પૈકી બાકી રહેલ રૂ. ૨૫ હજાર અને સોનોગ્રાફી મશીન સીલ કરીને જપ્ત કરી ત્રણ દલાલને લઇને રવાના થઇ જતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

મહમદ સાબીર ઉર્ફે સેઠીયા ( હાથીપોલ ઉદયપુર), સમીન વા/ઓ મહમદ શકીશ શેખ (હાથીપોલ ઉદયપુર) અને ફારુકજાન મહમદ ( મેમણ કોલોની હસનનગર હિંમતનગર)ની અટકાયત કરવામાં આવી છે અને ર્ડા. એ.એ.મેમણ તથા પૈસા લઇ ફરાર થઇ ગયેલ ર્ડા.મહેન્દ્ર પરમાર મળી કુલ પાંચ જણા વિરુદ્ધ પીસીપીએનડીટી એક્ટના પ્રાવધાન અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(6:36 pm IST)