ગુજરાત
News of Saturday, 26th May 2018

આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાપાનના તબીબો આણંદના આયુર્વેદ સંકૂલની મુલાકાતે

આણંદઃ દેશ-વિદેશથી તમામ પેથીના ડોકટરો આયુર્વેદનું જ્ઞાન મેળવવા વૈધ્યરાજ હરિનાથ ઝા પાસે આવી રહ્યાં છે. આયુર્વેદ સંકુલમાં શિક્ષા-દિક્ષા મેળવી અનેક દેશોમાં ડોકટરો દ્વારા આયુર્વેદનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. તેજ સંદર્ભમાં જાપાનથી ડોકટરોનું એક ગ્રુપ આયુર્વેદ સંકુલ આણંદની મુલાકાતે આવ્યા હતા. ડો. ધન્વન્તરિ કુમાર તથા ડો.નિધીએ જાપાનીઝ ડોકટરોને આયુર્વેદ સંકુલની પ્રવૃત્તિઓ તથા આયુર્વેદક્ષેત્રે વિશિષ્ટ યોગદાન જે અન્યત્ર ઉપલબ્ધ નથી તેવી તમામ જાણકારી આપી હતી. 

આયુર્વેદ મેડીકલ સોસાયટીના સભ્યોએ તેઓનું સ્વાગત કરી સન્માન કર્યું હતું. અને જ્ઞાનનો આદાન-પ્રદાન કર્યું હતું. આયુર્વેદ સંકુલ દ્રિતીય ખાતે ડો. હરિશંકર શર્મા, ડો. ઈનામુરે, ડો. ધન્વન્તરિકુમાર, ડો. નિધીબેન, કુમાર સુશ્રુત, વૈધ્યરાજ હરિનાથઝા, ડો. ફાલ્ગુનીબેન, ડો. સુયોષી કીટાનીશી સાથે આવેલ જાપાનીઝ ડોકટરોએ જાપાનને ઉપયોગી આયુર્વેદ વિશે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. 

(6:34 pm IST)