ગુજરાત
News of Saturday, 26th May 2018

ગાંધીનગરમાં વિદેશી દારૂના કટિંગ પર પોલીસના દરોડા: એકની ધરપકડ

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે ચરેડીમાં દરોડો પાડીને વિદેશી દારૃનું કટીંગ ઝડપી પાડયું હતું. જો કે આ સ્થળેથી એક શખ્સને ઝડપી લેવાયો હતો જ્યારે બાકીના ભાગી જવામાં સફળ રહયા હતા. પોલીસે દારૃ અને વાહનો મળી ૧.૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ સંદર્ભે સે-ર૧ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. રાજયના પાટનગર ગાંધીનગરમાં હાલ પોલીસ દ્વારા દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે ગાંધીનગર ક્રાઈમ બ્રાંચના પીઆઈ ટી.આર.ભટ્ટને સૂચના આપીને વિદેશી દારૃનું વેચાણ કરતાં બુટલેગરો સામે કડક હાથે કામ લેવા તાકીદ કરી હતી. જે સંદર્ભે એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.કો.ભવાનસિંહને બાતમી મળી હતી કે સે-ર૮ ચરેડી છાપરામાં અમુક શખ્સો વિદેશી દારૃનું કટીંગ કરી રહયા છે.
 

(5:35 pm IST)