ગુજરાત
News of Saturday, 26th May 2018

સોનગઢના પોખરણમાં 5 લાખની સોપારી આપી ખેતરના માલિકેજ વૃદ્ધની હત્યા કરાવી હોવાનો ભેદ ઉકેલાયો

સોનગઢ:ના પોખરણ ગામે દોઢ માસ પહેલા ખેતરની રખેવાળી કરતા સોનગઢના ડોસવાડા ગામના વોચમેનની હત્યા થઇ હતી. જેમાં પોલીસે આરોપીની અટક કરી છે. જમીન માલિકે જ રૃ. ૫ લાખની સોપારી આપી તેના સાઢુ પાસે હત્યા કરાવી હતી. સોનગઢના ડોસવાડા ગામે દાદરી ફળિયામાં રહેતા માંદીયાભાઇ રતાભાઇ ગામીત (ઉ.વ. ૬૬) ગામમાં આવેલી રામકુભાઇ બાબુભાઇ સાવલીયા (રહે. શાંતિવન સોસાયટી, સરથાણા જકાતનાકા, સુરસત)ના ખેતરે રખેવાળી (વોચમેનગીરી) કરતો હતો. તા. ૬-૪-૨૦૧૮ના રોજ પોખરણ ગામે શ્રી પેટ્રોલપંપ નજીકે વ્યારા-સોનગઢ હાઇવે નજીકથી તેમની લાશ મળી આવી હતી. પી.એમ.માં બોથડ પદાર્થથી હત્યા કરાયાનું બહાર આવ્યું હતું. એક માસ બાદ તા. ૧૨-૫-૨૦૧૮ના રોજ નાયબ પોલીસ અધિક્ષકે ગુનાની તપાસ તાપી એલસીબીને સોંપી હતી. એલસીબી પી.આઇ. એન.જે. બીરાડેએ મૃતકની પત્ની જમાબેનનું નિવેદન લેતાં તેણે જણાવેલું કે, હત્યાની આગલી સાંજે માંદીયાભાઇ હિરોહોન્ડા સ્પ્લેન્ડર (નં. જીજે-૨૫-એચ- ૩૪૬૫) લઇ ઘરે આવેલા ત્યારે કહેલું કે, રાત્રે ઘરે જમવાના નથી.
 

(5:35 pm IST)