ગુજરાત
News of Saturday, 26th May 2018

નડિયાદ તાલુકાના ચકલાસીમાં એક્ટિવાની હડફેટે એકને ગંભીર ઇજા

નડિયાદ:તાલુકાના ચકલાસીના ભોઈ નિવાસમાં રહેતા ભીમાભાઈ સોમાભાઈ ભોઈ ચકલાસી નગરપાલિકા નજીક ચાની લારી ધરાવે છે. ગત બુધવારના રોજ તેઓ ચા લઈને નગરપાલિકામાં જઈ રહ્યાં હતાં. તે દરમિયાન રોડ ક્રોસ કરતા સમયે પુરપાટ ઝડપે આવી રહેલ એક્ટિવા નં. જીજે-૦૭, સીકે ૧૨૧૯ની ટક્કર વાગવાથી ભીમાભાઈ રોડ પર પટકાયા હતાં. જેથી ભીમાભાઈને જમણા હાથના ખભા પર ગંભીર ઈજા તેમજ શરીરે વત્તા-ઓછા પ્રમાણમાં ઈજા થઈ હતી. જેથી તેઓને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ બનાવ અંગે ભીમાભાઈ સોમાભાઈ ભોઈની ફરિયાદને આધારે ચકલાસી પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:33 pm IST)