ગુજરાત
News of Saturday, 26th May 2018

સરદારધામ એકતાના પ્રતિક સાથે આગવી ઓળખ સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ

અમદાવાદઃ સમગ્ર દેશ અને દુનિયામાં સરદાર પટેલ દ્વારા ભારતની સ્વતંત્રતા ચળવળમાં અગ્રિમ ભૂમિકા ભજવી અને ખાસ કરીને ખેડા સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ 'સરદાર' તરીકે ઓળખાયા અને આઝાદી બાદ દેશને સાચા અર્થમાં સાર્વભૌમાત્વ અને અખંડીતા સ્થાપવામાં સરદાર પટેલનો સિંહફાળો છે. તે સૌ કોઈ જાણે છે. ખેડા, બારડોલી સત્યાગ્રહને સફળ બનાવવા કે આઝાદીની ચળવળમાં સરદાર પટેલના નેતૃત્વની સાથે આઝાદીની ચળવળમાં પણ પાટીદારોની મુખ્ય ફાળો છે. આમ પાટીદારની ઓળખ આપવી હોય તો ઉદ્યમી મહેનતકશ ખુમારી, ઉદારતા, શોષણ વિહીન તેમજ સૌ સમાજનું કલ્યાકણ ઈચ્છતા એવા પાટીદારના આગવા ગુણો છે.

સમયમાં પ્રવાહ સાથે તાલ મિલાવીને પાટીદારોએ વિવિધ ક્ષેત્રોમાં દેશ અને દુનિયામાં, સાહસ ખેડીને પ્રગતી કરી છે. આવા સરદાર પટેલે જેમ એકતા અને અખંડિતતા આપી તે જ સ્વરૂપે પાટીદાર વંશજોએ સમાજની એકતા અને અખંડિતતાનું જતન કરવું અનિવાર્ય છે. જેથી સૌ પાટીદારોએ જુદા- જુદા વાડાઓ અને ભેદભાવ ભૂલીને ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છે. ઉકત વિભાવનાને સાચા અર્થમાં ચરિત્રાર્થ કરવા માટે પાટીદાર સમાજના અગ્રણી શ્રેષ્ઠીઓએ પ્રગતિશીલ વિચારધારા સાથે સરદારધામના બીજ રોપાયા અને તેના પરિપાકરૂપે કાયદાકીય પીઠબળ ધરાવતું સરદારધામ ટ્રસ્ટની નોંધણી ચેરીટી કમિશ્નર સમક્ષ ત્રણ વર્ષ અગાઉ કરવામાં આવી. આ ટ્રસ્ટના બંધારણના મુખ્ય ઉદ્દેશો સમસ્ત પાટીદાર સમાજનો સર્વાગી વિકાસ થાય અને તે દ્વારા પાટીદારની આગવી ઓળખના મૂલ્યો જળવાય તેવા બંધારણના મુખ્ય ઉદ્દેશો છે.(૩૦.૬)

(4:08 pm IST)