ગુજરાત
News of Saturday, 26th May 2018

અમદાવાદમાંથી 4.3 કિલો નકલી હોલમાર્કના ઘરેણાં જપ્ત : 10 દિ'માં પાંચમુ જવેલર્સ ઝપટે

બીઆઇએસ અમદાવાદ શાખાનો માણેકચોકમાં ત્રીજો દરોડો : સૌથી મોટી કાર્યવાહી

અમદાવાદ :ભારતીય માનક બ્યુરો ( બીઆઇએસ )દ્વારા અમદવાડાના માણેકચોકમાં એક જવેલર્સને ત્યાં દરોડો અડીને મોટીમાત્રામાં નકલી હોલમાર્કવાળા 4300 ગ્રામ સોનાના આભૂષણો જપ્ત કર્યા છે આ બીઆઇએસ અમદાવાદ શાખાની સૌથી મોટી કાર્યવાહી છે છેલ્લા દસ દિવસમાં બ્યુરોએ માણેકચોકમાં ત્રીજીવાર તપાસ હાથ ધરી હિટ જેમાં પાંચ જવેલર્સ સામે કાર્યવાહી કરાઈ હતી

  ભારતીય માનક બ્યુરો અમદાવાદના પ્રમુખ આલોકસિંહે જણાવ્યું કે અમને માહિતી મળી હતી કે માણેકચોકમાં બીઆઇએસના માર્ક અને નકલી હોલમાર્કવાળા આભૂષણો બનાવી અને વેચાઈ રહ્યાં છે બાતમીના આધારે અમદાવાદના માણેકચોકમાં એસ,ઓ,ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ જવેલરી શોરૂમ પર તપાસ દરમિયાન 4,3 કિલો સોનાના નકલી હોલમાર્ક આભૂષણો જપ્ત કરાયા હતા આ એક જ શોરૂમથી જપ્ત કરાયેલ સોનાના આભૂષણો વજનના હિસાબે અત્યાર સુધીમાં સૌથી મોટી કાર્યવાહી છે

  આ પહેલા 15મી મેં ના રોજ માણેક ચોકમાં જ ત્રણ જવેલસર ભાગ્ય ગોલ્ડ લિમિટેશ,આર,એસ,ગોલ્ડ અને સ્વર્ણશીલ્પ પર દરોડા દરમિયાન 3,2 કિલો નકલી હોલમાર્કવાળા આભૂષણો જપ્ત કરાયા હતા ત્યાર બાદ 22મીએ માણેકચોકમાં ગોપીનાથ જવેલર્સ પર ઝપટે ચડ્યું હતું ત્યાંથી 1,25 કિલો સોનાના ઘરેણાં નકલી હોલમાર્ક સાથે મળી આવ્યા હતા

(12:00 pm IST)