ગુજરાત
News of Saturday, 26th May 2018

મોબાઇલના મુદ્દામાલની સાથે એકની ધરપકડ થઇ

શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા સફળતા

અમદાવાદ,તા.૨૫: અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમ બ્રાંચની ટીમે મોબાઈલના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી વણશોધાયેલા ચોરીના ગુનાનો ભેદ ટુંકાગાળામાં જ ઉકેલી કાઢ્યો છે. ઝડપાયેલા શખ્સ સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ એસઓજી ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગ પર હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, આરોપી ભાનુભાઈ અમરતભાઈ ભરથરી સરદારનગર નજીક નોબલનગર ખાતે આવનાર છે જેથી તેને પકડી પાડવા માટે જાળ બિછાવવામાં આવી હતી. આરોપી ભાનુભાઈ નોબલનગરમાં શાંતીનગરના છાપરામાં રહેતો હોવાની વિગત મળી છે. બાતમીના આધારે એસઓજીની ટીમે વોચ રાખીને આરોપી ભાનુભાઈને દબોચી લીધો હતો. આરોપી પાસેથી ૭ મોબાઈલ પર કબજે કરી લીધો છે.

એસઓજીએ આરોપીની પુછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે, આ મોબાઈલ ફોન આજથી આશરે બે મહીના અગાઉ નોબલ નગર કોતરપુર ટર્નીગ પાસે એક ગાડી ઉભેલી હતી તે ગાડીના પાછળના સાઈડનો દરવાજો ખોલતા ખુલી ગયો હતો અને આમાથી મોબાઇલ ફોનની ચોરી કરી હતી. મોબાઈલ ફોન માલિકે સરદાનગર પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ફોનની ચોરીના ફરીયાદ પણ નોંધાયેલી હતી.

(8:56 am IST)