બાવળાના હાસન નગરમાં માટી લેવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ :હથિયારોથી હુમલો :15 લોકો ઘાયલ
તળાવની માટી લેવા બાબતે બે જૂથ આમને સામને :પોલીસ કાફલો દોડ્યો
અમદાવાદઃ જિલ્લાનાં બાવળામાં માટી લેવાના મામલે બે જૂથ વચ્ચે અથડામણ થતા કુલ 15 લોકો ઘાયલ થયા છે મળતી માહિતી મુજબ હાસનનગરમાં માટી લેવાના મામલે બે જૂથો આમને-સામને આવી ગયાં હતાં અને ઘાતક હથિયારો વડે એકબીજા પર ઘાતક હુમલો કર્યો હતો.જેમાં 6 જેટલાં લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે
આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ બંને જૂથને વિખેરી ઉગ્રભર્યા માહોલને શાંત પડાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ગામમાં માત્ર તળાવની માટી લેવા બાબતે બે જૂથ વચ્ચે માથાકૂટ થઇ હતી. આ જૂથ અથડામણમાં બંને જૂથનાં કુલ 15 લોકો ઘાયલ થયાં હતાં. જો કે આ ઘાયલ લોકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં.