ગુજરાત
News of Saturday, 26th May 2018

વડનગરમાં વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત : ત્રણ હજારની ઉઘરાણી બાબતે ધમકીની સ્યુસાઇડ નોટ

વડનગરમાં રહેતા કિરણ હિરાભાઈ લવારીયાએ માત્ર ત્રણ હજાર રૂપિયા રબારી કનુભાઈ નાથુભાઈ (રહે. અમરથોળ દરવાજો, વડનગર )પાસેથી લીધેલા હતા તે રૂપિયા ન આપી શકતાં રબારી કનુભાઈએ મારી નાંખવાની ધમકી આપતાં ઝેરી દવા પી ને જીંદગી ટુંકાવી દીધી હતી.

  મળતી માહિતિ પ્રમાણે વડનગર ખાતે રહેતા કિરણ હિરાભાઈ લવારીયાએ ત્રણ દિવસ પહેલાં ઝેરી દવા પી લીધી હતી. લવારીયાના પરિવારે કિરણભાઈને મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરતાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતુ. મરનાર કિરણના ભાઈ પનાભાઈ હિરાભાઈ લવારીયાએ વડનગર પોલીસ સ્ટેશનમાં મૃતક કિરણે લખેલી સ્યુસાઈડ નોટ પોલીસને આપી હતી.  
  ફરીયાદમાં લખાવ્યું હતું કે, કિરણ હીરાભાઈ લવારીયાએ રૂપિયા ત્રણ હજાર રબારી કનુભાઈ નાથુભાઈ રહે. અમરથોળ દરવાજો, વડનગર પાસેથી લીધેલા હતા. તે રૂપિયા માટે વાંરવાર ઉઘરાણી કરી ધમકી આપતો હતો. કિરણ ઉપર મોટી રકમનો ચેક બનાવી કોર્ટમાં કેસ કર્યો હતો. રબારી કનુભાઈ નાથુભાઈ અને રબારી રમણભાઈ નાથુભાઈ બંન્ને ભાઈઓ પોલીસ કેસ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેના કારણે કિરણે કંટાળીને ઝેરી દવા પી ને આપઘાત કર્યો હતો. પનાભાઈની ફરીયાદના આધારે વડનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

(8:56 am IST)