ગુજરાત
News of Monday, 26th April 2021

લોકસાહિત્ય એ મોટા ગજાના કવિને ખોયા છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , ભીખુદાન ગઢવી, કિતિઁદાન ગઢવી, રાજભા સહિતના એ શ્રધ્ધાંજલિ અર્પી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ:::પદ્મશ્રી દાદબાપુ ગઢવીનું નિધન થતા ધેરો શોક છવાયો છે.   કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો જેવી અંસખ્ય લોકગીતો,કવિતાઓ રચી લોકભોગ્ય બનાવનાર કવિ દાદ ટૂંકી માંદગી બાદ આજે રાત્રે વિદાય લીધી છે. લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી, કિતિઁદાન ગઢવી, રાજભા સહિત કલાકારોએ દાદબાપુ અમારા સોરઠનુ ઘરેણું હતું કહી ભાવાંજલી આપી હતી. 

    મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ લોકસાહિત્ય એ મોટા ગજાના કવિને ખોયા છે તેમ કહી દાદબાપુએ ગુજરાત અને ગુજરાતી ભાષાને સમગ્ર વિશ્વમાં લોકસાહિત્યના માધ્યમ દ્વારા દાદ બાપુ એ ઘણી ઉત્કૃષ્ટ રચનાઓ લખીને અસંખ્ય કલાકારોને પ્રેરણા આપી હતી. તાજેતરમાં જ રિલાયન્સમાં નોકરી કરતા તેમના પુત્રનું અવસાન થયા બાદ દાદ બાપુ ખૂબ જ વ્યથિત હતા. તેમના પરિવારમાં નાનો પુત્ર જિતુદાન પણ એક ઉમદા કલાકાર છે. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને મળીને દાદ બાપુ એ ગુજરાતી લોકસાહિત્યને ઉજળું કરી બતાવ્યું હતું.

(9:42 pm IST)