ગુજરાત
News of Monday, 26th April 2021

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ. ૨૫ લાખનું અનુદાન કોરોના સામેની લડત માટે આપ્યું

રાજ્યપાલે પ્રબુદ્ધ નાગરિકો તેમજ ધાર્મિક સંસ્થાઓને પણ ઉદાર હાથે અનુદાન આપવા અપીલ કરી

ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોરોના સંક્રમણ સામેની રાજ્યની લડાઈમાં સહભાગી બની રાજભવન ખાતેથી " કોરોના સેવા યજ્ઞ" જન અભિયાનનો શુભારંભ કર્યો છે. કોરોના સામેના જંગમાં રાજ્ય સરકારને સહયોગ આપવા ગુજરાતના લોકોને પ્રેરણા પુરી પાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યપાલ એ મુખ્યમંત્રી ના રાહત નિધિમાં રૂ. 25 લાખનો આર્થિક સહયોગ આપવાની ઘોષણા કરી છે.

           રાજ્યપાલ એ આ તકે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ સામેના ગુજરાત રાજ્યના જંગમાં રાજ્ય સરકારની સાથે પ્રજા પણ પૂર્ણત: સહયોગ આપી રહી છે, ત્યારે "સૌનો સાથ, સૌનો વિકાસ" કર્મમંત્ર સાથે જનશક્તિના પ્રચંડ સામર્થ્યથી ગુજરાત આ પડકારનો સામનો કરી વિજય હાંસલ કરશે. રાજ્યપાલ એ કોરોના સંકમણ સામેની રાજ્ય સરકારની લડાઈમાં નાગરિકોને સહભાગી થવા અને મુખ્યમંત્રી ના રાહત નિધિમાં ઉદાર હાથે સહયોગ આપવા રાજ્યના નાગરિકોને અપીલ કરી હતી. રાજ્યપાલશ્રીએ સાધુ-સંતો અને ધર્મસ્થાનોના વડાઓ, શિક્ષકો ઉપરાંત રાજ્યના પ્રબુદ્ધ નાગરિકો સાથે અલગ-અલગ સંવાદ કરીને મુખ્યમંત્રીશ્રીના રાહત નિધિમાં યત્કિંચિત્‌ સહયોગ આપવા અપીલ કરીને સૌને નાગરિક ધર્મ બજાવવા અનુરોધ કર્યો છે.

(8:18 pm IST)