ગુજરાત
News of Monday, 26th April 2021

વલસાડ જિલ્લામાં આજે કોરોનાનાં ૧૧૮ નવા કેસ :વધુ ૭ નાં મોત આજે ૪૬ દર્દી ઓ સાજા થતાં તેમને રજા આપવા મા આવી

જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :કોરોના ની બીજી લહેર કોઈ રીતે કાબૂ માં આવતી નથી, સતત વધતા કેસો.. અને ઘટતા હોસ્પિટલ ના બેડો... ક્યાંક ઓક્સિજન નો કકળાટ છે તો કયાંક વેન્ટિલેટર ની ઘટ.. ક્યાંક ડોક્ટર છે તો બેડ નથી.. અને ક્યાંક બેડ છે તો ત્યા ઓક્સિજન નથી...
   સરકારના અથાગ પ્રયત્નો છતાં એક સાંધો ને તેર તુટે જેવો ઘાટ સર્જાયો છે ત્યારે વલસાડ જિલ્લાના તાલુકા માં દરરોજ કોરોના નાં કેસો જાણે વિક્રમ સર કરતો જણાય છે.
    આજે ઍટલે કે ૨૬ મી એપ્રીલ નાં રોજ વલસાડ જિલ્લાના તાલુકાઓમાં વલસાડ ૬૮, પારડી ૧૧, વાપી ૧૨, ઉમરગામ ૨૦, ધરમપુર ૦૬, અને કપરાડા ૦૧ નવા કેસો મળી કુલ ૧૧૮ નવા કેસો આવેલ છે.
    પરંતુ આજે સારવાર હેઠળ ના ૭ વધુ દર્દી ઓ કોરોના સામે જંગ હારી ગયા છે. જોકે આજે ૪૬ દર્દી ઓ સાજા થતાં તેમને રજા આપવા મા આવી છે.

(7:54 pm IST)