ગુજરાત
News of Monday, 26th April 2021

મહેસાણાના તરેટી ગામની શાળામાં જ હોસ્પિટલ જેવી સુવિધા ઉભી કરાઈ

મહેસાણા : એક તરફ કોરોનાના વધતા જતા કેસને કારણે હોસ્પિટલોમાં દર્દીઓ કીડીયારાની જેમ ઉભરાઈ રહ્યા છે. ત્યારે આવા કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં રાખવા માટે બેડ ઉપલબ્ધ નથી થતા. અને આખરે હોસ્પિટલની બહાર ૧૦૮ કે ખાનગી એમ્બ્યુલન્સની લાઈનો લાગે છે. ત્યારે બીજી તરફ ગ્રામ્ય કક્ષાએ વધતા કોરોના કેસના દર્દીઓને સ્થાનિક કક્ષાએ જ ઓક્સીજન બેડની સુવિધા મળી રહે તે માટે મહેસાણાના તરેટી ગામની શાળામાં જ હોસ્પિટલ જેવી સુવિધા ઉભી કરાઈ છે.

(7:47 pm IST)