ગુજરાત
News of Monday, 26th April 2021

સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ઓક્સિજનની સ્થિતિ ખૂબ જ ગંભીર બની : વ્યવસ્થા નહીં થાય તો સેંકડો લોકોના જીવ જોખમમાં : ડોક્ટરોની દર્દભરી રજૂઆત

સુરત: ડોકટરોની મુખ્યમંત્રીશ્રીને રજુઆત, સુરત માટે ઓક્સિજનની વ્યવસ્થા કરો. સુરતની ખાનગી હોસ્પિટલોમાં ૬ થી ૭ કલાક ચાલે તેટલો જ ઓક્સિજનનો જથ્થો છે.જો આ દરમ્યાન વ્યવસ્થા નહિ થઈ શકે તો ૪૦૦૦ દર્દીઓના જોખમમાં મુકાશે.  સુરત શહેરમાં ઓક્સિજનના સપ્લાય પર કાપ મૂકવામાં આવતા શહેરની ખાનગી હોસ્પિટલોમાં દાખલ સેંકડો કોરોના પેશન્ટ ઉપર જોખમ ઊભું થતા  ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની કોરોના એક્શન કમિટી દ્વારા સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી કે સુરત શહેરમાં છેલ્લા 2૨૪ કલાકથી ઓક્સિજનની પરિસ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ છે. તાકીદે મદદ કરો.

(6:06 pm IST)