ગુજરાત
News of Monday, 26th April 2021

કોકોનટ થિયેટર પ્રસ્તુત 'ચાય-વાય એન્ડ રંગમંચ' સીઝન -૩ ની જોરદાર પ્રસ્તુતિ

અમદાવાદ : 'ચાય વાય એન્ડ રંગમંચ ૨૦૨૦'  જે કોકોનટ થિયેટરની પ્રથમ સફળ સીઝન રહી છે. જેમાં ભારત સહીત વિવિધ દેશોના રંગભૂમિના નિષ્ણાતોએ એક પછી એક ૧૦૮ સેશન્સ સફળતા પૂર્વક કરીને ઇતિહાસ રચ્યો, એ સિવાય ભારતનાં જુદા જુદા રાજયોના પ્રતિભાશાળી નામાંકિત પ્રસિદ્ઘ લોક કલાનાં કલાકારો અને મહેમાન વકતા  દ્વારા એક પછી એક કડીઓ ઉમેરતા ભારતીય લોક થિયેટરના સ્વરૂપો લોકો સુધી પહોચાડયા. દરેક અતિથિ વકતાઓએ આ તકને સ્વેચ્છાએ સ્વીકારી અને યાદગાર થિયેટરના અનુભવો અને શીખવા જેવી અનેક વાતો શેયર કરી.

સીઝન ૧  અને સીઝન ૨ ના દરેક સત્ર આપ કોકોનટ થિયેટર્સની યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. વિના મૂલ્યે વિશ્વભરમાં દરેકને માટે ઉપલબ્ધ છે.

ત્યારે ચા-વાય એન્ડ રંગમંચની સીઝન ૧ અને ૨ ની સફળતા બાદ કોકોનટ થિયેટર ગૌરવપૂર્વક સીઝન -૩ ની જાહેરાત થઇ. ૧૨ મી એપ્રિલ, ૨૦૨૧ થી ટિકિટ નિન્જાના સહયોગથી રોજ સાંજે ૬ વાગ્યે રજુ થાય છે. જેમાં ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ઘ કલાકારો, લેખકો, દિગ્દર્શકો તથા અનેક ટેકિનશિયનો જેવા કે પ્રતિક ગાંધી, સિદ્ઘાર્થ રાંદેરિયા, શ્રીમતી રોહિણી હટંગડી, વિપુલ મહેતા, પ્રતિક ગાંધી, શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય, મિહિર ભુતા, પ્રવિણ સોલંકી, દિલીપ રાવલ, શ્રીમતી વંદના પાઠક અને એ સિવાય ઘણાં.. જે કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર લાઇવ આવશે અને બધાં થિયેટર પ્રેમીઓને તેમનાં યાદગાર અનુભવો અને વાતો તથા પ્રેરણાદાયી ટીપ્સ શેર કરશે.

આજની જનરેશનના ફેવરિટ યુથ આઇકોન અને મલ્ટીટેલેન્ટેડ ગુજરાતી રંગભૂમિથી હિન્દી વેબ સીરીઝ અને ફિલ્મોમાં પોતાની અલગ ઓળખ ઉભી કરનાર  શ્રી પ્રતિક ગાંધી સાથે લાઈવ વાતો કરવાનો અવસર ચૂકવા જેવો નથી.

તેઓ કહે છે ગુજરાતી થિયેટરમાં એક વિશાળ સંભાવના અને વૃદ્ઘિનો અવકાશ હંમેશા રહ્યો છે. તેથી અમારું લક્ષ્ય આ સત્ર દ્વારા વિશ્વભરના તમામ ગુજરાતી થિયેટર અને કલા પ્રેમી સુધી પહોંચવાનું છે. અન્ય ભારતીય પ્રાદેશિક થિયેટર ગ્રુપ અને આંતરરાષ્ટ્રીય થિયેટરનાં કલાકાર કસબીઓ પણ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજને અનુસરી શકે છે અને 'ચાય-વાય એન્ડ રંગમંચ' ગુજરાતી તખ્તાને સંગ સીઝન – ૩ ને ઓન લાઇન અને ઓફ લાઇન જોઈ શકે છે. બધા જ સત્રોનો સંપૂર્ણ સંપૂટ કોકોનટ થિયેટર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે, જે વિશ્વના કોઈપણ ભાગમાંથી વિના મુલ્યે જોઈ શકશે.

(4:36 pm IST)