ગુજરાત
News of Monday, 26th April 2021

હાલના એસીબી વડાને એક્ષ્ટેન્સનની સંભાવના કેમ નહિવતઃ આશિષ ભાટિયાને ચાર્જ શા માટે મળી શકે ? ભીતરી કથા

અનેક મોટા માથાઓને એસીબી જાળમાં લઇ, અધધ સંપતિ જપ્ત કરાવનાર કેશવકુમાર ૪ દિવસ બાદ નિવૃત થાય છે, હવે શું ? કોરોના કાળમાં રેગ્યુલર નિમણુક શકય ન હોવાથી, ખોટા મેસેજ રોકવા કવાયત : ઘણા આઇએએસ હાલના એસીબી વડાથી નારાજ, સ્વચ્છ છબી ધરાવતા મુખ્ય પોલીસ વડાને ચાર્જ આપવાથી રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર નાબૂદ કરવા કૃનિશ્ચયી હોવાની છાપ દ્રઢ રીતે પ્રસ્થાપિત થવા સાથે વિપક્ષોનું હથિયાર છીનવાઇ જાય

રાજકોટ,તા. ૨૬ : ગુજરાતના લાંચ રૂશ્વત બ્યુરોમાં ઇતિહાસ સર્જનાર અને અનેક મોટા માથાઓને જેલમાં ધકેલવા સાથે ઘણા વગદારોની બેનામી સંપત્ત્િ। જપ્ત કરાવનાર સીબીઆઈ બ્રેક ગ્રાઉન્ડ ધરાવતાં કેશવ કુમાર ૪ દિવસ બાદ નિવૃત્ત્। થાય છે, ત્યારે કોરોના મહામારીની કટોકટીભરી પરિસ્થતિ મા સ્વાભાવિક રેગ્યુલર પોસ્ટીંગ થવાની શકયતા નહિવત્ છે, ત્યારે તેમને એક્ષ્ટેન્સંન અપાશેક્રે કેમ? તેમને એક્ષ્ટેન્સંન નહિ અપાય તો કોને ચાર્જ મળશે તે બાબતે આઇપીએસ અધિકારીઓ તથા સચિવાલય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા સાથે આ બાબતે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યુ છે.       

સુત્રોમાંથી સાપડતાં નિર્દેશ મુજબ કેશવકુમાર દ્વારા જે રીતે ચોક્કસ તપાસ દરમિયાન કેટલાક આઇએએસ અધિકારીઓની ભૂમિકા જાણવાના આરોપીઓ પાસેથી પ્રયાસો થયા તે બાબતથી ઘણા આઇએએસ નારાજ બનેલ,એક પાવરફુલ આઇએએસ સુધી ફરિયાદ થયેલ.તેમને બઢતી મોળી મલી તેમાં પણ આ બાબત ઘણા જાણકારો આગળ ધરી રહ્યા છે, એક તબક્કે મુખ્ય સચિવ દ્વારા તેમની બઢતી બાબતે દરમિયાનગીરી કરવી પડેલ.      

કેટલાક કિસ્સાઓમાં તેમને ઉપરથી મંજૂરી મેળવવા માંગણી કરી તે બાબત પણ ઘણાને ખૂચી હતી. આવા સંજોગોમાં તેમને એક્ષ્ટેન્સન મળવાની સંભાવના નહિવત્ છે.            

 કેશવ કુમારને સ્થાને ગમે તેને ચાર્જ આપી લાંચ રૂશ્વત મામલે સરકાર ગંભીર નથી તેવી છાપ પણ ઉપસ્થિત ન થાય તેવું ખુદ મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રી પણ ઈચ્છતા નથી, આવા સંજોગોમાં ભૂતકાળમાં એસીબીમાં જેના કાર્ય કાળ દરમિયાન  સરેરાશ  દરરોજ એક નેટમાં ફસાતા તેવા સ્વચ્છ છબી ધરાવતાં અને માણસ પારખું અનુભવી એવા રાજયના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા શ્રેષ્ઠ વિકલ્પ છે, રેગ્યુલર નિમણુક ન થાય ત્યાં સુધી ખૂબ જ મહત્વની ડીજીપી લેવલની કેડર પોસ્ટ પર આશિષ ભાટિયાં ને વધારાનો ચાર્જ આપવાની વિચારણા છે.

આશિષ ભાટિયા ACB ની કાર્ય પદ્ઘતિથી ખૂબ જાણકાર છે, લોકોમાં પણ તેમને ચાર્જ આપવાથી સરકાર ભ્રષ્ટાચાર મામલે ખૂબ ગંભીર છે, તેવી છાપ દ્રઢ બનશે તેમાં બે મત નથી.

(4:06 pm IST)