ગુજરાત
News of Monday, 26th April 2021

કોરોના સામે જીતવા અખંડ ભજન યજ્ઞ

વિષમ કાળની નિવૃતિ અને શુભકામની પ્રાપ્તિ અર્થે જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી આયોજનઃ હરિભકતો ઘરે બેઠા ભજનમાં રાઉન્ડ ધ કલોક જોડાઇ શકશેઃ કુંડળ અને વડોદરામાં વિશ્વ શાંતિ યજ્ઞ

રાજકોટ તા. ર૬ :.. શ્રી સ્વામીનારાયણ મંદીર, કુંડળધામ (જિલ્લો બોટાદ) દ્વારા કોરોના સામે જંગ જીતવા વિવિધ પ્રયાસો થઇ રહ્યા છે. વડોદરામાં કોવીડ કેર સેન્ટર ચાલી રહ્યું છે. સંસ્થાના વડા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી રાત-દિવસ અવિરત ભજન યાગ (યજ્ઞ) અને વડોદરા કારેલીબાગ તથા કુંડલમાં દિવસના સમયે વિશ્વ શાંતિ યજ્ઞ તથા મહાપૂજાનું આયોજન કરાયેલ છે.

હાલ કોરોના કાળમાં સમાજમાં શાંતિ અને નિર્ભયતાની જરૂર છે. આ વિકટ સમયને પ્રભુની પ્રસન્નતા આપવાના અવસરમાં બદલી નાખવાની જરૂર છે. કાલે તા. ર૭ ચૈત્રી પૂનમથી ઘરે બેઠા કરી શકાય તેવા અખંડ ભજન યાગનું આયોજન છે. સંસ્થા દ્વારા પસંદ કરવામાં આવેલા ૧પ પ્રકલ્પો વારા ફરતી કરવાના રહેશે. જેમાં અખંડ ધુન, મંત્ર, મંત્ર લેખન, હરિસ્મૃતિ પાઠ, ભકત ચિંતામણી પાઠ, વચનામૃત, જનમંગલપાર્ક, શ્રીજીચાલીસા, ઓરડાગાન, દંવડત, ધ્યાન, પ્રદશિક્ષા વગેરેમાં સમાવેશ થાય છે. દેશ- વિદેશના સંતો અને ભકતો ર૪ કલાક ભજનયાગમાં નિયત વ્યવસ્થા મુજબ જોડાયેલા રહેશે. ધુન યાગના સભ્ય થવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. સૌ લોકો ઘરે બેઠા અથવા અનુકુળ જગ્યાએ રહીને શ્રી હરિનો રાજીપો મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અખંડ ભજનયાગ અને વિશ્વ શાંતિયજ્ઞની વધુ માહિતી માટે વડોદરા કારેલીબાગ મંદિર ફોન નં. ૦ર૬પ ર૪૬ર૬ર૮ અથવા કુંડળધામ મો. ૯૬૦૧ર ૯૦૦૦૧ર ઉપર સંપર્ક સાધી શકાય છે.

(11:37 am IST)