ગુજરાત
News of Monday, 26th April 2021

લોકડાઉનના ભયથી પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી :મહાનગરોમાંથી હજારો કામદારોનું પ્રયાણ

બસ સ્ટેશન અને રેલવે સ્ટેશને મોટી સંખ્યામાં પરપ્રતિયોની વતન વાપસી માટે ભીડ

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસના કેસો દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. વધી રહેલા કેસને લઈ લોકોમાં લોકડાઉનનો ભય જોવા મળી રહ્યો છે. આજે ફરી એકવાર વડોદરામાંથી કામદારો પોતાના વતન જવા માટે રવાના થઈ ગયા છે. કામદારોમાં ગત વર્ષની જેમ લોકડાઉનનો ભય હોવાના કારણે પોતાના વતનની વાટ પકડી લીધી છે.

 

રાજયમાં આજે કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. વધી રહેલા કેસને લઈ સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. જો કે, કેસો વધતા રાજયના મોટા ભાગનો હોસ્પિટલો ફુલ થવા આવી છે જેથી દર્દીઓમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. આ મહામારીમાં ફરી એકવાર કામદારોમાં ગત વર્ષની જેમ લોકડાઉનનો ભય જોવા મળી રહ્યો છે. જેથી આજે વડોદરામાંથી ઘણા એવા કામદોરા પોતાના વતન જવા રવાના થઈ ગયા છે. જો કે, આ પહેલા અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં પરપ્રાતિંય મજૂરો જોવા મળ્યા હતા અને એ પહેલા સુરતમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિયો મજુરો વતનની વાટ પકડી હતી.

ગઈકાલે 24 કલાકમાં ગુજરાતમાં 14097 નવા કેસ સામે આવ્યા છે જ્યારે લોકોના નિધન થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે અને દૈનિક કેસના આંકડાઓમાં ઉછાળો રોકાવાનું નામ લેતો નથી. કોરોના વાયરસના કારણે 152ના મોત થયા છે.

(11:53 pm IST)