ગુજરાત
News of Friday, 26th April 2019

ભાજપના નેતા ભવાન ભરવાડના પુત્ર સાથે 30 લાખની છેતરપિંડી: ડાંગરના માલના પૈસા નહિ ચુકવતા ફરિયાદ

આરોપીઓએ 10-10 લાખના આપેલા ચેક બાઉન્સ થતા ફરિયાદ ;અગાઉ પણ કૌભાંડ કર્યાનો આક્ષેપ

ભાજપના નેતા ભવાન ભરવાડના પુત્ર સાથે છેતરપિંડી થયાની ઘટના બહાર આવી છે ભવાનભાઇના પુત્ર વિક્રમ ભરવાડે સોલા પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં આ ચારેય લોકોએ ડાંગરનો માલ લઇને 30 લાખ ન ચૂકવતા ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે

 .અમદાવાદના ગોતા વિસ્તારમાં ગોકુલ હોટલ ધરાવતા  અને ભાજપના નેતા ભવાનભાઇ ભરવાડના પુત્ર સાથે છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વિક્રમ ભરવાડે ચાર લોકો સામે આક્ષેપ કરતા ફરિયાદ કરી છે. વિક્રમભાઇએ પોપટ ભરવાડ, સુરેશ ભરવાડ, વિજય ભરવાડ અને નેગાભાઇ ભરવાડ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

  ભોગ બનનાર વિક્રમભાઇ ભરવાડનું કહેવું છે કે પોપટ ભરવાડ, સુરેશ ભરવાડ, વિજય ભરવાડ કૌભાંડીઓ જ છે. વિક્રમભાઇ પાસેથી તેમણે ડાંગર ખરીદી હતી, પણ ભાવ ગગડતા તેઓને નુક્શાન જતું હોવાથી ડાંગર વેચી ન હતી. પણ આખરે 10-10 લાખના ત્રણ ચેક વિક્રમભાઇને આપ્યા હતા, જે બાઉન્સ જતા છેતરપિંડી થઇ હોવાની જાણ થઇ હતી.

 વિક્રમભાઇનો આક્ષેપ છે કે, અગાઉ બેન્કોની લોન ભરીને પણ આ લોકોએ કૌભાંડ આચર્યું હતું. હાલ તો પોલીસે પુરાવા ભેગા કરી તપાસ શરૂ કરી છે. આરોપીઓ સામે અગાઉ ક્યાં કેટલી ફરિયાદ કે અરજી થઇ છે તે બાબતે પણ તપાસ કરાઇ રહી છે

 

(12:22 am IST)