ગુજરાત
News of Friday, 26th April 2019

કપડવંજમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 6 શકુનિઓને 84 હજારની રોકડ સાથે ઝડપ્યા

કપડવંજ: ગામમાં આવેલ હજીયાણી પાર્ક સોસાયટીમાં જુગારધામ ચાલતુ હોવાની માહિતી ખેડા જિલ્લા એસઓજી પોલીસને મળી હતી. જેથી પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી.જો કે પોલીસે ચારેબાજુથી ઘેરી લઈ જુગાર રમતાં ૬ જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. 

જેમાં રુહુલઅમીન યુસુફભાઈ શેખ, ઈમરાન મહંમદશફી શેખ, ફૈઝાન રફીકભાઈ શેખ, નોફીલ શાકીરભાઈ શેખ, શબ્બીર સલીમભાઈ શેખ અને અબરાર હારૂનભાઈ શેખનો સમાવેશ થાય છે. 

(5:34 pm IST)