ગુજરાત
News of Friday, 26th April 2019

નડિયાદમાં અસામાજિક તત્વોનો આતંક: વિધર્મી યુવકે મહિલા કાઉન્સિલરને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

નડિયાદ: શહેરમાં અસામાજિક તત્વોની દાદાગીરી વધી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. નગર પાલિકાના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નં.૯ના મહિલા કાઉન્સિલર ગતરાત્રી દરમ્યાન બગીચામાં ફરવા નિકળ્યા હતા. દરમ્યાન કેટલાક વિધર્મી યુવકો સાથે વોલીબોલ નહીં રમવા બાબતે બોલાચાલી થઇ હતી. જે દરમ્યાન એક યુવકે મહિલા કાઉન્સિલરને જોઇ લેવાની અને ચહેરા પર એસીડ છાંટી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાના પગલે મહિલાએ પશ્ચિમ પોલીસ મથકે અરજી આપી છે. 

નડિયાદ શહેરના ગીતાંજલી ચોકડી પાસે લેન્ડમાર્ક સોસાયટીમાં કાજલબેન સુનીલભાઇ પટેલ રહે છે. કાજલબેન નડિયાદ નગર પાલિકાના વોર્ડ નં.૯ માં ભાજપના કાઉન્સિલર છે. તેઓ ગત તા.૨૪ એપ્રિલની રાત્રે કનાલ પાસે આવેલ બગીચામાં ફરવા ગયા હતા. સાંજનો સમય હોવાથી બગીચામાં ઘણા લોકો ચાલવા આવતા હોય છે. તેવા સમયે કેટલાક યુવકો બગીચામાં વોલીબોલ રમતા હોઇ કાજલબેને કાઉન્સિલર હોવાના નાતે યુવકોને ટોક્યા હતા. 

(5:31 pm IST)