ગુજરાત
News of Friday, 26th April 2019

અમદાવાદી સાસરિયાએ દહેજ મામલે ત્રાસ આપી પરિણીતા પાસેથી 8 લાખ પડાવી લીધા:સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

અમદાવાદ: શહેરના યુવાન સાથે લગ્ન કરનાર સુરતના સાડી વેપારીની પુત્રીને સાસરિયાઓએ કરિયાવરમાં કઈ લાવી નથી તેમ કહી ત્રાસ આપી બાદમાં પુત્રને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે તેના પિતા પાસેથી રૂ. આઠ લાખ લીધા હતા. સાડી વેપારીએ પુત્રીને પણ ઓસ્ટ્રેલિયા સાથે મોકલી હતી. પરંતુ સાસરિયાઓએ બહાનું કાઢી તેને સુરત મોકલી દઇ બાદમાં સુરતમાં જ રહેવા કહેતાં આખરે તેણે સાસરિયાઓ વિરૂધ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા સાડીના હોલસેલ વેપારીએ તેમની ૨૫ વર્ષીય પુત્રીના લગ્ન પાંચ વર્ષ અગાઉ અમદાવાદના સોલા ખાતે સાયન્સ સિટી રોડ તુલસી બંગલોઝ બંગલા નં.૨૨ માં રહેતા ભૃગેશ ભાવેશભાઈ રવાણી સાથે કર્યા હતા. યુવતીના પિતાએ લગ્નમાં પોતાના મોભા મુજબ કરિયાવર આપ્યું હતું. છતાં લગ્નના એક માસ બાદ ભૃગેશ અને તેના માતા-પિતાએ તું કરિયાવરમાં કઈ લાવી નથી તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ભૃગેશે મારે ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા માટે જવું છે તેમ કહી પરિણીતાને પિતા પાસેથી પૈસા લાવવા દબાણ કરવા માંડયું હતું. 

(5:25 pm IST)