ગુજરાત
News of Friday, 26th April 2019

વડોદરાના માંજલપુરમાં મધ્ય રાત્રીએ ડીજે વગાડવા બાબતે પોલીસે સંચાલકની ધરપકડ કરી

વડોદરા:શહેરના માંજલપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે ડીજે વગાડીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર ડીજે સંચાલકને પોલીસે ધરપકડ કરી હતી.

મકરપુરા પોલીસને ગતરાત્રે માહિતી એ મળી હતી કે માંજલપુર અલવાનાકાથી સાઇચોકડી તરફ જતા કબીર મંદિર પાસે ડીજે વાગે છે. આ માહિતીના પગલે પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને ડીજે બંધ કરાવ્યું હતું. જોકે પોલીસ રવાના થતા જ ઉક્ત સ્થળે ફરીથી ડીજે વગાડવાનું ચાલુ થયું હતું.

(5:23 pm IST)