ગુજરાત
News of Friday, 26th April 2019

અમદાવાદમાં આવકવેરા વિભાગના બિલ્ડરને ત્યાં દરોડા: 71000જમીનની તપાસ કરવામાં આવી

અમદાવાદ: શહેરમાં આવકવેરા ખાતાના અધિકારીઓની ટીમે બુધવારે મોડી સાંજથી અમદાવાદના બોપલ વિસ્તારમાં ઇન્ડક્ટોથર્મની જમીનના માલિક રિદ્ધિસિદ્ધિ ગુ્રપના ગણપત વસાવાની માલિકીની જમીન પર ટાંચ લગાડીને સ્ટેમ્પ ડયૂટી કચેરીને જાણ કરી દીધી છે. આવકવેરા ખાતાના ટેક્સની રકમનું રક્ષણ કરવા માટે કલમ ૧૩૨(૯બી)ની નવી દાખલ કરવામાં આવેલી કલમ હેઠળ જમીન પર પાંચ લગાવવામાં આવી છે. તેને ટેક્નિકલ ભાષામાં પ્રોટેક્ટિવ એટેચમેન્ટ તરીકે ઓળખાવવામાં આવે છે.

જમીન પર સ્કીમ ડેવલપ કરનારા બિલ્ડરોએ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કે પછી જમીનના વેચાણના કરારો ન કર્યા હોવાનું આવકવેરા ખાતાની તપાસમાં બહાર આવ્યું છે.

(5:21 pm IST)