ગુજરાત
News of Friday, 26th April 2019

વલસાડમાં ભાઇ-બહેનના પવિત્ર સંબંધને કલંકઃ સગા ભાઇએ બે બહેન ઉપર દુષ્‍કર્મ આચર્યુ

વલસાડ: વલસાડના જિલ્લામાં ભાઇ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. જેમાં સગો ભાઈ પોતાની બે બહેન પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આખરે બંને દીકરીઓએ કૃત્ય બદલ ભાઈ અને માતા સામે ફરિયાદ નોંધાવી છે. જેને લઇ ઉમરગામ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારના ગાંધીવાડી પાસે એક પરિવાર છેલ્લા કેટલાય સમયથી વસવાટ કરે છે. પરિવારમાં રહેતા 17 વર્ષીય પુત્રએ તેની સગી 9 વર્ષની બહેન પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની મોટી બહેનને જાણ થતા નરાધમ ભાઇના ક્રુત્યની જાણ તેની માતાને કરી હતી.

પરંતુ સમગ્રે મામલે માતાને સંપૂર્ણ જાણ હોવાથી તે તેના દીકરાના ક્રુત્યને છુપાવી રહી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ તેની મોટી બહેન સાથે ક્રુત્ય આચર્યુ હતું. આખરે બંને દીકરીઓએ કૃત્ય બદલ ભાઈ અને માતા સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.

(4:45 pm IST)