ગુજરાત
News of Friday, 26th April 2019

બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિતઃ ૨૪ થી ૪૮ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે

આ સિસ્ટમ્સ આવતા બે-ત્રણ દિવસ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૨૬ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવેલ કે બે દિવસ પહેલા એક અપરએર સાયકલોનીક સરકયુલેશન જે પૂર્વ ઈકિવટોરીયલ ઈન્ડિયન ઓશન અને લાગુ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં હતું. જે ગઈકાલે વ્હેલી સવારે લોપ્રેસરમાં પરિવર્તિત થયા બાદ મજબૂત બની વેલમાર્ક લો પ્રેસર બન્યુ હતું. જે આજે સવારે ડિપ્રેશનની માત્રાએ આ સિસ્ટમ્સ પહોંચી ગયેલ છે. આજે બપોરે ૧૨ વાગ્યે લોકેશન ૩ ડિગ્રી નોર્થ અને ૮૯.૩ ડિગ્રી ઈસ્ટ ઉપર છે. જે શ્રીલંકાના દક્ષિણ પૂર્વ દરિયા કિનારાથી ૯૨૫ કિ.મી. પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ છે.

આ સિસ્ટમ્સ મુખ્યત્વે ઉત્તર - પશ્ચિમ તરફ આવતા બે ત્રણ દિવસમાં આગળ વધશે. જેથી હાલના અનુમાનો મુજબ શ્રીલંકાથી પૂર્વ દિશામાંથી પસાર થશે અને બંગાળની ખાડીમાં આગળ વધશે. સિસ્ટમ્સ ક્રમશઃ મજબૂત થશે. જેથી આવતા ૨૪ થી ૪૮ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. જેથી હવામાન ખાતાની સુચનાને અનુસરવુ.

(4:09 pm IST)