ઈલેકટ્રીકલ સુપરવાઈઝરે ઓફીસમાં કરી આત્મહત્યા
પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ
વડોદરા : વડોદરાના હાલોલ રોડ સ્થિત ટોલ પ્લાઝાના ઈલેકટ્રીકલ સુપર વાઈઝર કૃણાલ વિનોદભાઈ ડોડીયાએ ઓફીસમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. ત્યાંથી મળેલ સ્યુસાઈડ નોટમાં લખ્યુ હતું કે કોઈ ખોટી રીતે મને પરેશાન કરે છે, પરંતુ હું તેમનું નામ નહિં આપું, બીજી તરફ પરીવારજનોએ હત્યા કરાવ્યાની આશંકા વ્યકત કરી છે.
શહેરના વાઘોડીયા આજવા રોડ સ્થિત રૂદ્રાક્ષ બ્લીઝમાં કૃણાલ (ઉ.વ.૩૫) તે તેમની પત્નિ ચાંદની અને દોઢ વર્ષનો પુત્ર જશની સાથે રહેતા હતા. ઈલેકટ્રીકલ સુપરવાઈઝરની સાથે સાથે તે પોતાનું ઈલેકટ્રીશીયનનું કામ પણ કરતાં હતા. પરીવારજનોનું કહેવું છે કે બુધવારે બપોરે ઘરે આવ્યો અને જમવાનું જમ્યા પછી પત્નિને કહ્યું કે હું રાત્રે મોડો આવીશ અને તે કહીને ઓફીસ માટે ચાલ્યો ગયો. પરંતુ મોડી રાત સુધી તે પરત આવ્યો નહિં તો પરીવારજનોએ શોધખોળ ચાલુ કરી. જેમાં ટોલ પ્લાઝાના આઈટી રૂમની પાછળ વાયરમાં લટકાયેલી તેમની લાશ મળી. પરીવારજનોનો આરોપ છે કે તેણે આત્મહત્યા કરી નથી. પરંતુ તેની કોઈએ હત્યા કરી છે. મુળરૂપ રાજકોટ નિવાસી કૃણાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે.