ગુજરાત
News of Friday, 26th April 2019

નર્મદામાં 45 એકર જમીનમાં સફારીપાર્ક બનાવાશે :ઝરવાણી ધોધ પાસે એડેવેન્ચર સ્પોર્ટસ એક્ટિવિટી

પ્રવાસીઓ માટે ફૂડકોર્ટ,સ્વદેશી બનાવટોથી લઇ સ્પા, પેરાગ્લાઇડિંગ, બન્જી જંપિંગ, રોક ક્લાઇમ્બિંગ, હાઈ જમ્પ, ઝીપ લાઇન સહિતના આકર્ષણો

નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનતા પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે તંત્ર દ્વારા પણ વધુમાં વધુ પ્રવાસીઓ આકર્ષાય જે માટે અનેક સુવિધાઓ વધારવામાં આવી રહી છે. સ્ટેચ્યૂ ઑફ યૂનિટી ની સાથે હવે નર્મદામાં આવતા પ્રવાસીઓને અનેક પ્રકાર ના પ્રાણીઓ પણ જોવા મળશે. સરકારે નર્મદામાં 45 એકકર જમીન માં સફારી પાર્ક બનાવવાનું  કામ શરૂ કર્યું છે. સરકાર દ્વારા નર્મદા જિલ્લાના અન્ય એક પ્રવાસન સ્થળ ઝરવાણી વોટર ફૉલ ખાતે એડેવેન્ચર સ્પોર્ટસ એક્ટિવિટી શરૂ કરવાનું આયોજન કરાયું છે.


નર્મદા જિલ્લાના પ્રવાસનને વેગ આપવા હવે વન વિભાગ એક નવું આકર્ષણ ઉભું કરવા જઈ રહ્યું છે. જેમાં પ્રવાસીઓને આખો દિવસ ઝરવાણી ધોધમાં મોજ આવે એવા આકર્ષણો મૂકાશે જેમાં ખાસ કરીને પ્રવાસીઓ માટે ફૂડકોર્ટ,સ્વદેશી બનાવટો થી લઇ સ્પા, પેરાગ્લાઇડિંગ, બન્જી જંપિંગ, રોક ક્લાઇમ્બિંગ, હાઈ જમ્પ, ઝીપ લાઇન સહિતના આકર્ષણો ઉભા કરાશે. આ સુવિધા આગામી 15મી જૂન ખાતેથી શરૂ થાય તેવી શક્યતાઓ છે

(1:54 pm IST)