ગુજરાત
News of Friday, 26th April 2019

સુરત શહેરની યુવતી પર બળાત્કાર ગુજારવાના કેસમાં

નારાયણ સાંઇ સહિત ૧૦ સામે ટ્રાયલ પુરી થતાં આજરોજ ચુકાદો આવવાની શકયતા

 સુરત, તા.૨૫,શહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં સંકળાયેલા મુખ્ય આરોપી નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન સહિત ૧૦ આરોપીઓ સામેની ટ્રાયલ પૂરી થતા શુક્રવારના રોજ આ કેસનો અંતિમ ચૂકાદો આવવાની શક્યતાઓ  તથા આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર રહેવાનું અદાલતે જણાવ્યું હોવાનું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ, વિનય શુકલા અને વિરલ  ચલિયાવાળાએ જણાવ્યું હતું.આ કેસની વિગતો એવી છે કે, ગત તા. ૬ ઓક્ટોબર-૨૦૧૩ના રોજ જહાંગીરપુરા શહેરની પીડિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.જહાંગીરપુરા પોલીસ મથકે બળાત્કારની બે ફરિયાદ નોંધાવામાં આવી હતી.જેમાં એક આશારામ તથા પીજી નારાયણ સાંઈ સામે હતી. આશારામ સામે  ખાતે મોકલી આપવામાં આવી હતી. જ્યારે નારાયણ સાંઈ સામે નોંધવામાં આવેલી બળાત્કારની ફરિયાદમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ૫૮ દિવસ સુધી એકરાજ્યમાંથી બીજા રાજ્યમાં નાસતા-ફરતા નારાયણ સાંઈને સુરત અને દિલ્હી પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી હરિયાણાનાં કુરૂક્ષેત્ર ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. છેલ્લા ૫વર્ષથી લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા નારાયણ સાંઈ અને તેની સાથે ૧૦ આરોપીઓ સામેની ટ્રાયલ પૂરી થતા આ કેસનો અંતિમ ચુકાદો શુક્રવારના રોજ આવવાની શકયતાઓ રહેલી છે. જો કે, આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનું અદાલતે જણાવ્યું છે.  (૪૦.૨)

(11:34 am IST)