ગુજરાત
News of Thursday, 25th April 2019

વલસાડના ઉમરગામમાં સબંધો શર્મસાર:સગીર ભાઈએ નવ વર્ષની સગી બહેન ઉપર આચર્યું દુષ્કર્મ:મોટી બહેન જોઈ જતા ભાંડો ફૂટ્યો

અગાઉ આરોપીએ મોટી બહેન ઉપર પણ દુષ્કર્મ આચર્યું હતું:નરાધમને ઝડપવા તજવીજ

વલસાડ જિલ્લામાં ભાઇ બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરતી ઘટના બની છે ભાઇએ જ સગી બે બહેનો ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે

  મળતી વિગત મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક પરિવારમાં રહેતા ભાઇએ જ સગી બે બહેનો ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે.

  ગાંધીવાડી વિસ્તારમાં રહેતા 17 વર્ષીય ભાઇએ નવ વર્ષની સગી બહેન ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જોકે મોટી બહેન જોઇ જતાં નરાધમ ભાઇનું કુકર્મ બહાર આવ્યું હતું.
  સુત્રોના જણાવ્યા પ્રમાણે આ અગાઉ આરોપીએ તેની મોટી બહેન ઉપર પણ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલો પોલીસ સ્ટેશન પહોચના ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.

(12:05 am IST)