ગુજરાત
News of Friday, 26th April 2019

વિશ્વ મેલેરિયા દિવસ; અમદાવાદને 2022 સુધીમાં મેલેરિયા મુક્ત બનાવવા મહાનગરપાલિકાનો નિર્ણંય

બાંધકામ સાઈટ પર થશે ચેકીંગ :ત્રણ વાર એક જ સાઈટમાં બ્રીડીંગ જોવાશે તો એક લાખનો દંડ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદને 2022 સુધીમા મેલેરિયા મુક્ત બનવાનો નિર્ણય કર્યો છે. 25 એપ્રિલને વિશ્વમાં વલ્ડૅ મલેરિયા દિવસ તરીકે મનાવામા આવે છે. આ માટે આરોગ્ય ખાતા દ્વારા જે કામગીરી કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે.

 

 બાંધકામની સાઇટ પર મોટા પાયે બ્રીડીંગ થતુ જોવા મળે છે અને આથી આવી સાઇટ પર સમયાંતરે ચેકીંગ કરવામા આવશે. ત્રણ વાર એક સાઇટ પર બ્રીડીંગ મળશે તો એક લાખ સુધીનો દંડ કરાશે. ફોગીંગને બદલે કોલ્ડ ફોગીંગ કરાશે.

(11:39 pm IST)