ગુજરાત
News of Friday, 26th April 2019

અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરીને છરીના ઘા ઝીંકીને ઓગણજ પાસે ફેંકી દેવાની ઘટનામાં ઘાટલોડિયાના કોર્પોરેટર ઉપર આક્ષેપ

અમદાવાદ: શહેરમાં પ્રેમ પ્રકરણમાં ગોતાથી એક યુવાનનુ અપહરણ કરીને છરીના ઘા ઝીકીને ઓગણજ ફેંકી દેવાની ઘટના સામે આવી. પરિવારે અપહરણને લઈને ઘાટલોડિયાના કોર્પોરેટર પર આક્ષેપ કરીને પોલીસ સ્ટેશનમા હોબાંળો મચાવ્યો હતો. સોલા પોલીસે ઘટનાને લઈને ગુનો નોંધી તપાસ શરૂ કરી શરૂ કરી છે.

ગોતા નજીક એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા. જેમા સફેદ કલરની ગાડીમા એક યુવાનનુ અપહરણ કરીને લઈ જઈ રહયા છે. રાજેશ પટેલ નામના યુવાન 33 વર્ષીયનું અપહરણ થયુ કે આરોપીઓને શંકા હતી કે, તેણે એક પ્રેમી પંખીડાને ભગાડવામા મદદ કરી છે. જેનો બદલો લેવા તેનુ અપહરણ કરીને મહેસાણા ચાર કલાક એક બંગલામા ગોધી રાખીને તેને છરીના ઘા ઝીકયા અને ત્યાર બાદ ઓગળજ ખાતે ફેંકી દેવામાં આવ્યો હતો.

અપહરણની ઘટના પાછળ ઘાટલોડીયાના કોર્પોરેટર દિનેશ દેસાઈ પર પરિવારે શંકા વ્યકત કરી છે. દિનેશ દેસાઈ અને તેના ભત્રીજાએ અપહરણ કર્યુ હોવાના આક્ષેપ બાદ પણ પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નહિ નોંધતા પરિવારે પોલીસ સ્ટેશનમા હોબાળો મચાવ્યો હતો. સફેદ કલરની ગાડીમા ચાર શખ્સોએ રાજેશ પટેલનુ અપહરણ કર્યુ. ગાડીમા કોર્પોરેટર દિનેશ દેસાઈ પણ હાજર હોવાનો પરિવાર આક્ષેપ કરી રહયા છે. પરંતુ પોલીસના મતે દિનેશ દેસાઈ ઈલેકશન હોવાથી બુથ પર હાજર હતા. જેથી પોલીસે આરોપીઓનો ઉલેલ્ખ પોલીસ ફરિયાદમા નહિ કરતા પરિવારમા પોલીસની કામગીરીને લઈને નારાજગી હતી.

પોલીસ કોર્પોરેટરને છાવરી રહી છે. અને જે ફરિયાદ નોંધવી જોઈએ તેના બદલ અલગ ફરિયાદ નોંધી રહ્યા હોવાના આક્ષેપ પણ કર્યા હતા. પરંતુ સોલા પોલીસે હાલમા તો અપહરણનો જ ગુનો નોંધ્યો છે. મહત્વનુ છે કે, પ્રેમ પ્રકરણના કેસમા એક યુવાનની હત્યાની કોશીશની ઘટના બની અને આક્ષેપ ભાજપના કોર્પોરેટર દિનેશ દેસાઈ પર થયો. ત્યારે રાજકીય માહોલમા આ ગંભીર આક્ષેપને પોલીસ નકારી રહી છે. જયારે હાલમા તો રાજેશ પટેલને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પીટલમા સારવાર હેઠળ ખસેડવામા આવ્યો છે. ત્યારે જમીન દલાલ કરતા રાજેશ પટેલનુ પ્રેમ પ્રકરણમા જ અપહરણ થયુ કે કોઈ અન્ય કારણથી થયુ તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

(4:45 pm IST)