ગુજરાત
News of Saturday, 25th March 2023

સુરતમાં ધાર્મિક શિક્ષણ આપવાના નામે બે શિક્ષકે બે વિદ્યાર્થીઓનું શોષણ કર્યુ હોવાની ઘટના સામે આવીઃ સુષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍યુ આચરાયુ

ધાર્મિક શિક્ષણ લેવા જતાં બાળકોને શિક્ષક મહોમ્મદ મુદબ્બીરે અશ્લીલ વીડિયો બતાવ્યાનો આક્ષેપ

સુરતઃ સુરતમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ધાર્મિક શિક્ષણ આપવાના નામે શિક્ષકે બે વિદ્યાર્થીઓનું શોષણ કરવાની ઘટના સામે આવી છે. ઉધનાના શાંતિનગરમાં 9 વર્ષના બે બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું છે. આ ઘટના 6 મહિના બાદ પરિવારજનો સામે આવી છે.

ધાર્મિક શિક્ષણ લેવા જતા બંને બાળકો ઉપર શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્ચું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

શિક્ષક મોહંમદ મુદબ્બીર બાળકોને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. જો બાળકો વીડિયો જોવાની ના પાડે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આરોપી આપતો હતો.

છેલ્લા 6 મહિનાથી બાળકોને ધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું નરાધમ શિક્ષક આચરી રહ્યો હતો. આરોપી મોહંમદ મુદબ્બીર અગાઉ મદરેસામાં મૌલવી હતો. જો કે, કોઈ કારણોસર મોહંમદ મુદબ્બીરને મદરેસામાંથી કાઢી મુકાયો હતો.

મદરેસામાંથી હાંકી કઢાયા બાદ મોહંમદ મુદબ્બીર ખાનગી ટ્યુશન ચલાવતો હતો. ટ્યુશન અને ધાર્મિક શિક્ષણની આડમાં મોહંમદ મુદબ્બીરના કાંડ સામે આવ્યા છે. આ મામલે ઉધના પોલીસમાં નોંધાયેલી ફરિયાદને આધારે મોહંમદ મુદબ્બીરની ધરપકડ કરાઈ છે.

મોહંમદ મુદબ્બીર છેલ્લા ઘણા વર્ષોથી ઉધનામાં જ્યાં રહે છે અને મુસ્લિમ બાળકોને કુરાન ભણાવતો હતો.

 

(12:07 am IST)