ગુજરાત
News of Thursday, 26th March 2020

ગુજરાત મેડિકલ કાઉન્સિલના અધ્યક્ષના પત્ની કોરોના ટેસ્ટ પોઝિટિવ તાજેતરમાં થયા હતા દીકરાના લગ્ન

ખુદને ઘરમાં હોમ ક્વોરોન્ટાઇન કરી લીધા :પુત્ર લગ્ન માટે અમેરિકાથી ભારત આવ્યો હતો

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલના અધ્યક્ષ અને GMERS મેડિકલ કોલેજ અને સોલાના ડીન નીતિન વોરાના પત્ની વત્સલા વોરાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. નીતિન વોરાની પત્નીનો કોરોના વાયરસ પોઝિટિવ આવતા તેમણે ખુદને ઘરમાં હોમ ક્વોરોન્ટાઇન કરી લીધા છે. તેમનો રિપોર્ટ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો જ્યા કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

નીતિનભાઈ વોરાનો પુત્ર કરણ સીએટલ, વોશિંગ્ટનમાં સ્પેસલેબ્સ હેલ્થકેરમાં ડેટાબેઝ સંચાલક તરીકે કામ કરે છે. નીતિના ભાઈના પુત્ર કરણના માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં લગ્ન માટે અમેરિકાથી ઈન્ડિયા આવ્યો હતો. ડોક્ટરોના મત મુજબ નીતિનભાઈના પત્નિ વત્સલાબહેન હાલ આ વાયરસ સંક્રમિત થયા છે. તેમણે પોતાને હોમ કોરન્ટાઈન કરી લીધા છે પરંતુ વિદેશથી પરત આવેલા કરણના લગ્ન માટે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં અનેક લોકો હાજર રહ્યા હતા.

(8:09 pm IST)