ગુજરાત
News of Thursday, 26th March 2020

બોરસદ તાલુકાના નાની શેરડી ગામે ઇંટોના ભઠ્ઠાના માલિકને બે વખત લૂંટી ફરાર થઇ જનાર ચાર શખ્સોને આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કિંખલોડ ચોકડી નજીકથી ઝડપી પાડ્યા

બોરસદ:તાલુકાના નાની શેરડી ગામે આવેલા ઈંટોના ભઠ્ઠાના માલિકને માર મારીને બે વખત લૂંટી લેનાર ચાર શખ્સોને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી કીંખલોડ ચોકડી પાસેથી ઝડપી પાડીને વધુ તપાસ અર્થે ભાદરણ પોલીસના હવાલે કર્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આઠેક મહિના પહેલા નાની શેરડી ગામની સીમમાં લાડુ શેઠનો મુકેશ બ્રીક્સ નામનો ઈંટોનો ભઠ્ઠો આવેલો છે. જેમાં રાત્રીના સુમારે ત્રણથી ચાર જેટલા શખ્સોએ ત્રાટકીને માર મારીને મોબાઈલની લૂંટ કરી હતી. જે અંગે ભાદરણ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ બે મહિના પહેલાં જ ફરીથી ત્રાટકેલા ચારેક જેટલા શખ્સોએ લાડુ શેઠને માર મારીને રોકડ તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી હતી. આ કેસની તપાસ આણંદ એલસીબીને સોંપવામાં આવતાં જ પોલીસે બન્ને બનાવોની માહિતી એકત્ર કરીને તપાસ કરતાં પોલીસને હકિકત મળી હતી કે, અગાઉ વાહન ચોરીમાં પકડાયેલો ગૌતમ ભઈલાલભાઈ ઠાકોર આ લૂંટમાં સંડોવાયેલો છે અને રાત્રીના સુમારે તે સાગરિતો સાથે કીંખલોડ ચોકડીએ એકત્ર થનાર છે.

(5:58 pm IST)