ગુજરાત
News of Thursday, 26th March 2020

માતર તાલુકાના સંધાણા નજીક પોલીસે ગાડીમાંથી 600 લીટર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા

માતર: તાલુકાના સંધાણા નજીક પોલીસની ટીમે શંકાના આધારે એક ગાડીનો પીછો કર્યો હતો. તે વખતે ગાડીના ચાલકે પોતાની ગાડી પુરપાટ ઝડપે હંકારી મૂકી હતી. અને થોડે દૂર જઈ રોડ પર ગાડી મુકી ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યાં પહોંચેલી પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી રૃ.૧૨,૦૦૦ કિંમતનો ૬૦૦ લિટર દેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૃ તેમજ ગાડી મળી કુલ રૃ.૩,૧૨,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ ભાગી છુટેલા ગાડીના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ માતર તાલુકાના સંધાણા નજીક ગત રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં પેટ્રોલીંગમાં ફરતી પોલીસની ગાડીને જોઈ માર્ગ પર સામેથી આવતી રજીસ્ટ્રેશન નંબર વગરની નિશાન સન્ની ગાડીના ચાલકે પોતાની ગાડી હૈજરાબાદ ગામ તરફ જવાના માર્ગે પુરપાટ ઝડપે હંકારી મુકી હતી. જેથી પોલીસની ટીમે શંકાને આધારે આ ગાડીનો પીછો કર્યો હતો. જો કે હૈજરાબાદ ગામ નજીક આવેલ એક સ્કૂલ પાસે ગાડી છોડીને તેનો ચાલક ભાગી ગયો હતો. જ્યાં પહોંચેલી પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાં મુકેલા પ્લાસ્ટીકના કોથળાઓમાંથી કુલ ૬૦૦ લિટર દેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો.

(5:56 pm IST)