ગુજરાત
News of Thursday, 26th March 2020

સુરતમાં વિદેશથી ફરીને આવેલ લોકોએ સ્થાનિક લોકોની ઊંઘ હરામ કરી:લોક ડાઉનની સ્થિતિના કારણોસર લોકોને ઘરમાં પુરાવાની નોબત આવી

સુરત: શહેરમાં વિદેશથી ફરીને સુરત આવેલા એક રહીશે મધ્યમ વર્ગની એક સોસાયટીમાંના રહીશોની ઊંઘ હરામ કરી દીધી છે. લોક ડાઉનની સ્થિતિને કારણે લોકો પોતાના ઘરોમાં પુરાયાં છે, પરંતુ સોસાયટીમાં એસએમસી આરોગ્ય વિભાગની ટીમે આટાફેરા શરૂ કરતા, રહીશોના જીવ અધ્ધર થઈ ગયા છે. દિવસમાં બે વખત ટીમ આવીને ચેક કરે છે અને દવાનો છંટકાવ કરે છે.

કોરોના વાયરસને કારણે શહેરીજનોમાં જબરજસ્ત જાગૃતતા આવી છે, પરંતુ શહેરના બમરોલી વિસ્તારમાંની સોસાયટીમાંના રહીશો આરોગ્ય વિભાગની ટીમની છેલ્લા દસ-બાર દિવસથી ઉપરાછાપરી મુલાકાતને કારણે ખૂબ જ ઊંચાટનો અનુભવ કરી રહ્યા છે.

(5:55 pm IST)