ગુજરાત
News of Thursday, 26th March 2020

સુરતના અડાજણમાં એસએમસી આવાસમાં લોકડાઉનના કારણોસર બંધ કરવામાં આવેલ ગેટ ખોલવા મુદ્દે ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં સરસ્વતી સ્કુલ નજીક એસએમસી આવાસમાં કોરોના વાયરસને કારણે બંધ કરવામાં આવેલો ગેટ ખોલવાના મુદ્દે થયેલા ઝઘડામાં માતા-પુત્ર પર ચપ્પુ વડે હુમલો કરી પુત્રને ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

જીવલેણ કોરોના વાયરસને કારણે સરકાર દ્વારા લોક્ડાઉન કરવામાં આવતા અડાજણ સ્થિત સરસ્વતી સ્કુલ નજીક મંથન રો હાઉસની સામે આવેલા એસએમસી આવાસમાં બહારની વ્યક્તિઓ અને આવાસમાં રહેનારા લોકોને બહાર આવવા-જવા માટે મેઇન ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ગત રાત્રે 8.30 વાગ્યાના અરસામાં આવાસમાં રહેતા નથ્થુ રામાભાઇ સુર્યવંશી (ઉ.વ. 43) અને આવાસના અન્ય રહેવાસીઓ વચ્ચે મેઇન ગેટ ખોલવા બાબતે ઝઘડો થયો હતો. 

(5:54 pm IST)